સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સોમવારે સ્થાનિક શેરબજાર મજબૂતી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક ૫૯૧.૬૯ પોઈન્ટના વધારા સાથે ૮૧,૯૭૩.૦૫ પર સત્ર મજબૂત બંધ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૬૩.૭ પોઈન્ટના વધારા સાથે ૨૫૧૨૭.૯૫ના સ્તરે બંધ રહ્યો હતો. વિપ્રો, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, એલ એન્ડ ટી અને એચડીએફસી બેંક આજના સત્રમાં નિફ્ટી ૫૦માં ટોપ ગેઈનર્સ તરીકે ઉભરી આવ્યા હતા. જ્યારે નિફ્ટી ૫૦માં ઓએનજીસી, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ગુમાવનારા શેરો તરીકે ઉભરી આવ્યા હતા.
સમાચાર અનુસાર, મેટલ અને મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,બેંક, રિયલ્ટીમાં ૧ ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩ ટકાનો વધારો નોંધાયો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સપાટ ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી રહી હતી કારણ કે રોકાણકારોનું ધ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેકના કમાણીના અહેવાલો પર રહ્યું હતું. ઉપરાંત, સંભવિત વ્યાજદરમાં કાપના સંકેતો માટે સ્થાનિક ફુગાવાના ડેટા ધ્યાનનું કેન્દ્ર છે.એચસીએલ ટેક,ટેક મહેન્દ્રા,પસીસ્ટન સિસ્ટમ ટ્રેટે ૨૪૯ જેટલા શેરોએ સોમવારે બીએસઇ પર ઇન્ટ્રાડે ટ્રેડમાં તેમની એક વર્ષની નવી ટોચને સ્પર્શી હતી. લાઇવમીન્ટ,કોફાર્જ,ડીકસોન ટેકનોલોજી.ગુજરાત ફુલો કેમિકલ લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા, ઓબેરોય રિયલ્ટી, પેજ ઇન્ડસ્ટ્રીઝ, નેશનલ એલ્યુમિનિયમ કંપની અને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના જણાવ્યા અનુસાર ઇન્ટ્રાડે ટ્રેડમાં પણ તેમની ૫૨ સપ્તાહની ટોચે પહોંચી હતી.
માસિક ધોરણે, સપ્ટેમ્બર ૨૦૨૪માં જથ્થાબંધ ફુગાવો ૧.૩૧ ટકાથી વધીને ૧.૮૪ ટકા થયો છે. ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ ફુગાવાનો દર સીધો ૩.૨૬ ટકાથી વધીને ૯.૪૭ ટકા થયો છે. એ જ રીતે શાકભાજીનો ફુગાવો દર -૧૦.૦૧ ટકાથી વધીને ૪૮.૭૩ ટકા થયો છે. બટાકાની જથ્થાબંધ ફુગાવો ૭૭.૯૬ ટકાથી વધીને ૭૮.૧૩ ટકા થયો છે.