મંગળવારે મોટા ઘટાડા બાદ, આજે શેરબજારમાં ફરી વૃદ્ધિ જાવા મળી. બુધવારે શેરબજારની શરૂઆત મજબૂતાઈથી થઈ હતી. દિવસભર લીલા નિશાનમાં ટ્રેડ કર્યા બાદ બજાર ઉછાળા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ૧૮૨.૩૪ પોઈન્ટ વધીને ૮૧,૩૩૦.૫૬ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટી ૮૮.૫૫ પોઈન્ટના વધારા સાથે ૨૪,૬૬૬.૯૦ પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સના શેરોમાં, ટાટા સ્ટીલ, એમ એન્ડ એમ, મારુતિ, ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક, ટીસીએસ, ટાઇટન, ભારતી એરટેલ અને રિલાયન્સ લીલા નિશાનમાં હતા. બીજી તરફ, એશિયન પેઇન્ટ્‌સ, ટાટા મોટર્સ, એનટીપીસી, કોટક બેંક વગેરેના શેરમાં ઘટાડો જાવા મળ્યો.
નોંધનીય છે કે મંગળવારે બીએસઇ સેન્સેક્સ ૧૨૮૧.૬૮ પોઈન્ટ (૧.૫૫%) ના ઘટાડા સાથે ૮૧,૧૪૮.૨૨ પોઈન્ટ પર બંધ થયો હતો. તેવી જ રીતે, દ્ગજીઈ નો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ આજે ૩૪૬.૩૫ પોઈન્ટ (૧.૩૯%) ના ભારે ઘટાડા સાથે ૨૪,૫૭૮.૩૫ પોઈન્ટ પર બંધ થયો.
છૂટક વેચાણ પછી જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવાને કારણે બજારનો મૂડ સુધર્યો. ઉલ્લેખનીય છે કે શાકભાજી, ફળો અને કઠોળના ભાવમાં નરમાઈને કારણે એપ્રિલમાં છૂટક ફુગાવાનો દર ઘટીને ૩.૧૬ ટકા થયો હતો, જે લગભગ ૬ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. આ સાથે મંગળવારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, એપ્રિલમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને ૦.૮૫ ટકા થયો છે.