સોમવારે સ્થાનિક શેરબજાર નજીવા વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. સપ્તાહના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૭૬.૫૪ પોઈન્ટ (૦.૦૯%) ના વધારા સાથે ૮૦,૭૮૭.૩૦ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૩૨.૧૫ પોઈન્ટ (૦.૧૩%) ના વધારા સાથે ૨૪,૭૭૩.૧૫ પોઈન્ટ પર બંધ થયો. આજે, એક સમયે, સેન્સેક્સ ૮૧,૧૭૧.૩૮ પોઈન્ટ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૪,૮૮૫.૫૦ પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના ય્જી્ રેટ સ્લેબમાં ફેરફાર કરવાના નિર્ણયને કારણે, આજે ઓટોમોબાઈલ શેરોમાં જારદાર ઉછાળો જાવા મળ્યો હતો. જ્યારે બીજી તરફ,આઇટી શેરોમાં આજે ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો હતો.સોમવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની તમામ ૧૫ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ માંથી ૨૬ કંપનીઓના શેર લીલા નિશાનમાં વધારા સાથે અને ૨૪ કંપનીઓના શેર લાલ નિશાનમાં ઘટાડા સાથે બંધ થયા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા મોટર્સના શેર સૌથી વધુ ૪.૧૮ ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ ૩.૯૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા.સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૪.૧૭ ટકા, મારુતિ સુઝુકી ૨.૩૨ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૨૦ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૮૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૬ ટકા, ટાટા સ્ટીલ ૦.૬૩ ટકા,એચડીએફસી બેંક ૦.૪૨ ટકા, બીઇએલ ૦.૩૪ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૯ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૨૦ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયા ૦.૧૩ ટકા, એક્સિસ બેંક ૦.૧૨ ટકા,આઇટીસી ૦.૧૦ ટકા અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર ૦.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા.બીજી તરફ, આજે એશિયન પેઇન્ટ્સના શેર ૧.૯૭ ટકા,એચસીએલ ટેક ૧.૨૧ ટકા, ટેક મહિન્દ્રા ૦.૧૩ ટકા, પાવર ગ્રીડ ૦.૮૪ ટકા,ટીસીએસ ૦.૮૩ ટકા, સન ફાર્મા ૦.૮૨ ટકા,એલએન્ડટી ૦.૬૪ ટકા,એનટીપીસી ૦.૬૪ ટકા, ભારતી એરટેલ ૦.૫૯ ટકા, ઇન્ફોસિસ ૦.૫૮ ટકા, બજાજ ફિનસર્વ ૦.૨૪ ટકા, ટાઇટન ૦.૨૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૦૫ ટકા અને ઇટરનલના શેર ૦.૦૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા.










































