(એ.આર.એલ),મુંબઇ,તા.૭
ભારતીય શેરબજાર બુધવારે ભારે ઉછાળા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૧.૧૧ ટકા અથવા ૮૭૪.૯૪ પોઇન્ટના વધારા સાથે ૭૯,૪૬૮ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૫ શેર લાલ નિશાન પર અને ૨૫ શેર લીલા નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૧.૨૭ ટકા અથવા ૩૦૪ પોઇન્ટના વધારા સાથે ૨૪,૨૯૭ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે, નિફ્ટી પેકના ૫૦ શેરોમાંથી, ૪૪ શેર લીલા નિશાન પર અને ૬ શેર લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો બુધવારે સૌથી વધુ વધારો ઓએનજીસીમાં ૭.૪૫ ટકા, કોલ ઈÂન્ડયામાં ૬.૨૪ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૩.૭૦ ટકા, અદાણી પોર્ટ્સમાં ૩.૩૫ ટકા અને પાવર ગ્રીડમાં ૩.૨૦ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેન્કમાં ૨.૪૫ ટકા, ટેક મહિન્દ્રામાં ૦.૬૩ ટકા, બ્રિટાનિયામાં ૦.૩૨ ટકા, એચયુએલમાં ૦.૨૬ ટકા અને ટાઇટનમાં ૦.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આજે બધા લીલા નિશાન પર બંધ થયા છે. સૌથી વધુ વધારો નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૩.૦૬ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૧.૯૪ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ
આભાર – નિહારીકા રવિયા ૧.૪૧ ટકા, નિફ્ટી હેલ્થકેર ૨.૦૧ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૮૩ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ૦.૪૮ ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક ૧.૪૬ ટકા, ફાર્મા ૧.૪૬ ટકા. નિફ્ટી મેટલ ૨.૬૯ ટકા, નિફ્ટી મીડિયા ૨.૫૮ ટકા, નિફ્ટી આઇટી ૧.૪૮ ટકા, નિફ્ટી એફએમસીજી ૧.૧૭ ટકા, નિફ્ટી ફાઇનાÂન્શયલ સર્વિસિસ ૧.૨૬ ટકા, નિફ્ટી ઓટો ૧.૭૦ ટકા અને નિફ્ટી બેન્ક ૦.૭૫ ટકા ઘટ્યા છે.