ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું. મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૨૧૨.૮૫ પોઈન્ટ (૦.૨૬%) ઘટીને ૮૧,૫૮૩.૩૦ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૯૩.૧૦ પોઈન્ટ (૦.૩૭%) ના ઘટાડા સાથે ૨૪,૮૫૩.૪૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે બજારે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સોમવારે બજાર લીલા નિશાનમાં વધારા સાથે બંધ થયું. ગઈકાલે, સેન્સેક્સ ૬૭૭.૫૫ પોઈન્ટના વધારા સાથે ૮૧,૭૯૬.૧૫ પોઈન્ટ પર બંધ થયો અને નિફ્ટી ૨૨૭.૯૦ પોઈન્ટના વધારા સાથે ૨૪,૯૪૬.૫૦ પોઈન્ટ પર બંધ થયો.
મંગળવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, ફક્ત ૯ શેર લીલા નિશાનમાં વધારા સાથે બંધ થયા, જ્યારે બાકીની બધી ૨૧ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. એ જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી, ફક્ત ૧૧ શેર લીલા નિશાનમાં વધારા સાથે બંધ થયા અને બાકીની બધી ૩૯ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ ૧.૭૧ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે સન ફાર્માના શેર આજે સૌથી વધુ ૨.૧૮ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્‌સના શેર ૦.૯૩ ટકા, ઇન્ફોસિસ ૦.૯૨, મારુતિ સુઝુકી ૦.૬૦,એનટીપીસી ૦.૪૮, ટીસીએસ ૦.૪૬,એચસીએલ ટેક ૦.૪૦, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૧૮ અને પાવર ગ્રીડના શેર ૦.૧૨ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, આજે એટરનલના શેર ૧.૯૨%, ટાટા મોટર્સ ૧.૭૦%, બજાજ ફાઇનાન્સ ૧.૫૮%, ઇન્ડસઇન્ડ બેંક ૧.૪૦%, બજાજ ફિનસર્વ ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૮%, ટાટા સ્ટીલ ૦.૯૭%, ટાઇટન ૦.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૭%, અદાણી પોર્ટ્‌સ ૦.૬૨%, રિલાયન્સ ૦.૫૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૫%, ભારતી એરટેલ ૦.૪૦%, એÂક્સસ બેંક ૦.૩૭%, એચડીએફસી બેંક ૦.૨૮%, આઇસીઆઇસીઆઈ બેંક ૦.૨૦%, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૧૮%, આઇટીસી ૦.૧૨%, કોટક મહિન્દ્રા બેંક ૦.૧૧% અને એસબીઆઈના શેર ૦.૦૮% ઘટીને બંધ થયા.