ભારતીય શેરબજાર આજે બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૧૭ ટકા અથવા ૧૩૮ પોઇન્ટના ઘટાડા સાથે ૮૦,૦૮૧ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૮ શેર લીલા નિશાન પર અને ૨૨ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ આજે ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટી ૦.૧૫ ટકા અથવા ૩૬.૬૦ પોઈન્ટ ઘટીને ૨૪,૪૩૫ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૧૮ શેર લીલા નિશાન પર અને ૩૨ શેર લાલ નિશાન પર હતા.
બુધવારે નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૩.૨૨ ટકા, સન ફાર્મા ૨.૬૯ ટકા, આઇશર મોટર્સ ૨.૦૭ ટકા, શ્રીરામ ફાઇનાન્સ ૧.૮૬ ટકા અને પાવર ગ્રીડમાં ૧.૮૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય બજાજ ફાઇનાન્સમાં ૪.૯૦ ટકા, ટેક મહિન્દ્રામાં ૨.૧૪ ટકા, ટાટા કન્ઝ્યુમરમાં ૧.૭૮ ટકા, બજાજ ઓટોમાં ૧.૭૫ ટકા અને ૐડ્ઢહ્લઝ્ર બેન્કમાં ૧.૨૬ ટકાનો વધારો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આજે સૌથી મોટો ઘટાડો નિફ્ટી ફાર્મામાં ૧.૫૬ ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૮૨ ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૨૭ ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં ૧.૪૦ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૦.૦૬ ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં ૦.૨૮ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૨૫ ટકા, ઓટોમાં ૦.૭૧ ટકા અને બેંકે ૦.૦૪ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં ૦.૨૨ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૧૬ ટકા, નિફ્ટી આઇટીમાં ૨.૩૮ ટકા, નિફ્ટી મીડિયામાં ૦.૩૩ ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં ૦.૪૫ ટકા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૦૭ ટકાનો વધારો નોંધાયો હતો.