દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે,…ઇંફોસિસ સહિત અનેક આઇટી કંપનીઓમાં ખરાબ પરિણામોને કારણે ભારતીય શેર બજારમાં આવેલી તેજીને જારદાર બ્રેક લાગી છે. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં મોટો કડાકો બોલ્યો છે. આજના ટ્રેડમાં એફએમસીજી સ્ટોક્સમાં પણ ઘટાડો જાવા મળ્યો છે. બેંકિંગ અને ઓટો સેક્ટરે માર્કેટને થોડું બેઠું કર્યું નહીં તો બજારમાં હજુ મોટો કડાકો જાવા મળે તેમ હતો. બજાર બંધ થયું ત્યારે બીએસઇ સેંસેક્સ ૮૮૭ અંકોનો ઘટાડા સાથે ૬૬,૬૮૪ અને નિફ્ટી ૨૩૪ અંકના ઘટાડા સાથે ૧૯,૭૪૫ અંક પર બંધ રહ્યાં હતા.
સતત છ દિવસથી માર્કેટમાં દેખાતા લીલા આંકડા શુક્રવારે અચાનક લાલ થઇ ગયા એટલે કે શેર માર્કેટમાં મોટો કડાકો જાવા મળ્યો. કેટલીક મોટી કંપનીઓએ જુન તિમાહીના નબળા પરિણામ જાહેર કર્યા જેની અસર શેર બજારમાં જાવા મળી હતી. નબળા વૈશ્ર્વિક સંકેતો અને ઘરેલું સંસ્થાગત રોકાણકારોની વેચવાલીએ પણ સેન્ટિમેન્ટ પર અસર દેખાડી. પીએસયુ બેંક, મીડિયા અને રિયલ્ટી સહિત કેટલાક સેક્ટરના સ્ટોક્સને બાદ કરતાં અન્ય શેરમાં દબાણ જાવા મળ્યું.
માર્કેટને આજે સૌથી વધુ અસર ઇંફોસિસને કારણે ઘટાડો નોંધાયો હતો. આઇટી સેક્ટરની આ દિગ્ગજ કંપની માટે જુન તિમાહીમાં વધુ નફો ન નોંધાયો અને કંપનીએ આ નાણાકીય વર્ષ માટે રેવેન્યુ ગાઇડન્સ પણ ઘટાડી નાખ્યું જેના કારણે ઇંફોસિસ અંદાજે ૧૦ ટકા તૂટી ગયું. ઇંફોસિસ તો તૂટ્યું સાથે સાથે શેર બજાર ધડામ કરીને નીચે આવી ગયું હતું. પરિણામે રોકાણકારોના કરોડો ડૂબ્યા હતા.