ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. સપ્તાહના ચોથા દિવસે, BSE સેન્સેક્સ ૩૪૫.૮૦ પોઈન્ટ (૦.૪૧%) ઘટીને ૮૩,૧૯૦.૨૮ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ ૧૨૦.૮૫ પોઈન્ટ (૦.૪૭%) ઘટીને ૨૫,૩૫૫.૨૫ પોઈન્ટ પર બંધ થયો. ગુરુવારે, બજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ ની મોટાભાગની કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા. તમને જણાવી દઈએ કે આજે શેરબજારમાં વધારા સાથે વેપાર શરૂ થયો હતો, પરંતુ થોડા સમય પછી બજારમાં વેચવાલીનું વર્ચસ્વ રહ્યું અને તે લાલ નિશાન પર આવી ગયું.
ગુરુવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, ફક્ત ૮ શેર વધારા સાથે લીલા નિશાન પર બંધ થયા અને બાકીની બધી ૨૨ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયા. એ જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી, ફક્ત ૧૨ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ અને બાકીની ૩૮ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, મારુતિ સુઝુકીના શેર સૌથી વધુ ૧.૩૬ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ભારતી એરટેલના શેર સૌથી વધુ ૨.૬૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર ૧.૦૧ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૬૯, બજાજ ફિનસર્વ ૦.૬૬, ટાટા મોટર્સ ૦.૪૧, ટીસીએસ ૦.૩૮, ટ્રેન્ટ ૦.૨૪ અને એકસીસ બેંકના શેર ૦.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, એશિયન પેઇન્ટ્સના શેરમાં ૧.૯૨ ટકા,બીઇએલ ૧.૦૫, ટેક મહિન્દ્રા ૦.૯૪, ઇન્ફોસિસ ૦.૮૨, ઇટરનલ ૦.૭૯, એચસીએલ ટેક ૦.૭૪, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૭,આઇટીસી ૦.૬૬,એનટીપીસી ૦.૬૪,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૬૩, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૦, કોટક મહિન્દ્રા બેંક ૦.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૫૧,એચડીએફસી બેંક ૦.૪૩, ટાઇટન ૦.૪૩,એસબીઆઇ ૦.૩૬, સન ફાર્મા ૦.૨૧, પાવર ગ્રીડ ૦.૨૦, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૨, એલએન્ડટી ૦.૧૧ અને અદાણી પોર્ટ્સ ૦.૦૫ ટકાનો ઘટાડો થયો હતો.









































