સોમવારે, ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જાવા મળ્યો. અઠવાડિયાના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૫૭૨.૦૭ પોઈન્ટ (૦.૭૦%) ના મોટા ઘટાડા સાથે ૮૦,૮૯૧.૦૨ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે દ્ગજીઈ નો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૫૬.૧૦ પોઈન્ટ (૦.૬૩%) ના ઘટાડા સાથે ૨૪,૬૮૦.૯૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવાર અને ગુરુવારે પણ બજારમાં ભયંકર ઘટાડો જાવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ ૭૨૧ અને નિફ્ટી ૨૨૫ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. જ્યારે ગુરુવારે સેન્સેક્સ ૫૪૨.૪૭ અને નિફ્ટી ૧૫૭.૮૦ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો.
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, ફક્ત ૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની બધી ૨૩ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી, ફક્ત ૧૫ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને ૩૫ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, હિન્દુસ્તાન યુનિલિવરના શેર સૌથી વધુ ૧.૨૩ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંકના શેર આજે સૌથી વધુ ૭.૫૦ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. આજે સેન્સેક્સની બાકીની કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું?
સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર ૧.૦૦,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૮૨, પાવરગ્રીડ ૦.૪૩, એચડીએફસી બેંક ૦.૧૮,આઇટીસી ૦.૧૧ અને ઇન્ફોસિસના શેર ૦.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, સોમવારે બજાજ ફાઇનાન્સના શેર ૩.૬૪ ટકા, ભારતી એરટેલ ૨.૩૫ ટકા, ટાઇટન ૨.૧૭ ટકા, ટીસીએસ ૧.૭૬ ટકા, બીઇએલ ૧.૪૮ ટકા, એચસીએલ ટેક ૧.૪૭ ટકા, એÂક્સસ બેંક ૧.૨૫ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૨૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૭ ટકા, એસબીઆઈ ૧.૧૬ ટકા, ઇટરનલ ૧.૦૯ ટકા, ટાટા સ્ટીલ ૧.૦૮ ટકા, ટ્રેન્ટ ૦.૮૯ ટકા, ટેક મહિન્દ્રા ૦.૮૧ ટકા, ટાટા મોટર્સ ૦.૭૩ ટકા, એલ એન્ડ ટી ૦.૬૧ ટકા, મારુતિ સુઝુકી ૦.૫૭ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૨ ટકા, બજાજ ફિનસર્વ ૦.૨૪ ટકા, સન ફાર્મા ૦.૨૧ ટકા અને એનટીપીસીના શેર ૦.૧૧ ટકા ઘટીને બંધ થયા હતા.







































