ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે જાવા મળેલી તેજી આજે વિરામ પામી. ગયા સપ્તાહમાં શાનદાર રિકવરી પછી, આ સપ્તાહના પહેલા દિવસે સોમવારે બજાર સારા વધારા સાથે બંધ થયું. જે પછી મંગળવારે બજાર સંપૂર્ણપણે સપાટ બંધ થયું પરંતુ મોટાભાગના શેરમાં ઘટાડો નોંધાયો. આજે, અઠવાડિયાના ત્રીજા દિવસે, ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયા. બુધવારે,બીએસઇ સેન્સેક્સ ૭૨૮.૬૯ પોઈન્ટ ઘટીને ૭૭,૨૮૮.૫૦ પોઈન્ટ પર બંધ થયો. બીજી તરફ,એનએસઇનો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ આજે ૧૮૧.૮૦ પોઈન્ટના ભારે ઘટાડા સાથે ૨૩,૪૮૬.૮૫ પોઈન્ટ પર બંધ થયો હતો.
તમને જણાવી દઈએ કે આજે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી હતી, જે લગભગ ૧૧ વાગ્યા સુધી આ રીતે ચાલુ રહી. પરંતુ સવારે ૧૧ વાગ્યા પછી બજારમાં વેચવાલી ઝડપથી વધવા લાગી, જેના કારણે બજારમાં ઘટાડો થવા લાગ્યો. આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સ ૭૮,૧૬૭.૮૭ પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર અને ૭૭,૧૯૪.૨૨ પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તર પર પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૫૦ પણ ૨૩,૭૩૬.૫૦ પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તરથી ૨૩,૪૫૧.૭૦ પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તર પર પહોંચ્યો.
બુધવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ૪ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. જ્યારે બાકીની બધી ૨૬ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાન પર બંધ થયા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી માત્ર ૧૦ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૪૦ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ડસઇન્ડ બેંકના શેર સૌથી વધુ ૩.૩૬ ટકાના વધારા સાથે બંધ થયા જ્યારે એનટીપીસીના શેર સૌથી વધુ ૩.૪૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ ઉપરાંત, આજે ટેક મહિન્દ્રાના શેર ૨.૯૭ ટકા, ઝોમેટો ૨.૫૩ ટકા, એકસીસ બેંક ૨.૨૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૧૮ ટકા, ઇન્ફોસિસ ૨.૦૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૪૪ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ૧.૩૬ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૦૮ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૦૪ ટકા,એચડીએફસી બેંક ૦.૯૭ ટકા, ટાટા સ્ટીલ ૦.૯૬ ટકા, સન ફાર્મા ૦.૯૩ ટકા,ટીસીએસ ૦.૭૨ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૬૫ ટકા, નેસ્લે ઈન્ડીયા ૦.૬૫ ટકા,આઇટીસી ૦.૬૧ ટકા, એશિયન પેઇન્ટ્‌સના શેર ૦.૫૩ ટકા ઘટીને બંધ થયા.