ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જાવા મળ્યો, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો. સોમવારે, અઠવાડિયાના પહેલા દિવસે, મ્જીઈ સેન્સેક્સ ૬૦૯.૬૮ પોઈન્ટ (૦.૭૧%) ઘટીને ૮૫,૧૦૨.૬૯ પર બંધ થયો. તેવી જ રીતે,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૨૨૫.૯૦ પોઈન્ટ (૦.૮૬%) ઘટીને ૨૫,૯૬૦.૫૫ પર બંધ થયો. આજના ભારે ઘટાડા માટે ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં ભારતીય રૂપિયામાં તીવ્ર ઘટાડો, ફેડરલ રિઝર્વના નિર્ણયોની રાહ જાવી અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે પણ બજાર ફ્લેટ ટ્રેડ થયું હતું.સોમવારે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર એક, ટેક મહિન્દ્રા, ૧.૩૨% વધીને લીલા નિશાનમાં બંધ થયો, જ્યારે બાકીની ૨૯ કંપનીઓ લાલ નિશાનમાં બંધ થઈ. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ માંથી માત્ર ત્રણ કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થઈ, જ્યારે બાકીની ૪૭ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, મ્ઈન્ ના શેર સૌથી વધુ ૪.૮૮ ટકાના ઘટાડા સાથે  બંધ થયા.સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ઇટરનલના શેર ૨.૫૩ ટકા, ટ્રેન્ટ ૨.૪૮ ટકા, ટાટા સ્ટીલ ૨.૨૧ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૧૪ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૯૮ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૨ ટકા,એસબીઆઇ ૧.૬૯ ટકા, પાવરગ્રીડ ૧.૬૬ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૫૨ ટકા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ૧.૫૧ ટકા, ટાઇટન ૧.૪૦ ટકા,એનટીપીસી ૧.૩૬ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૩૫ ટકા,એલએન્ડટી ૧.૧૯ ટકા, ભારતી એરટેલ ૧.૧૦ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૪ ટકા, એક્સીસ બેંક ૧.૦૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૮૬ ટકા, સન ફાર્મા ૦.૮૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૯ ટકા,આઇટીસી ૦.૬૫ ટકા, મારુતિ સુઝુકી ૦.૬૦ ટકા વધ્યા હતા. ઇન્ફોસિસ ૦.૫૪ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૨૬ ટકા,એચડીએફસી બેંક ૦.૨૦ ટકા, રિલાયન્સ ૦.૧૪ ટકા,એચસીએલ ટેક ૦.૦૯ ટકા અને ટીસીએસ ૦.૦૭ ટકા ઘટીને બંધ થયા.