હાલ અમરેલી જિલ્લામાં ચોમાસું જામ્યું છે. સતત અવિરત વર્ષાથી તમામ નદી, નાળા છલકાઈ ગયા છે. જીલ્લાની જીવાદોરી સમાન ગણાતી શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે ત્યારે સરંભડા ગામના લોકો વહેતા પાણીમાં સામા કાંઠે જવાનું સાહસ કરી રહ્યા છે. ગત વર્ષે આ સ્થળે એક કેરિયલ પણ ફસાઈ ગયું હતું. વરસાદના કારણે સરંભડાના લોકો તેમજ અહીંથી પસાર થતાં રાહદારીઓનો મુશ્કેલી પડે છે તથા હાલરીયા તેમજ વાડી વિસ્તારમાં જવામાં મુશ્કેલી પડે છે. તેથી આ મંજૂર થયેલા પુલ નવો બનાવવા લોકોએ માંગ કરી છે.