અમરેલી જિલ્લામાં સતત વરસાદનાં કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેતા સરંભડાનાં ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ તરવડા, મેડી સહિતનાં ગામોનાં વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. વરસાદનાં કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.