શેઢાવદર ગામે કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી. ગોરધનભાઈ બચુભાઈ પીપળીયા (ઉ.વ.૪૩)એ જયસુખભાઈ બાબુભાઈ પીપળીયા, બાબુભાઈ હરિભાઈ પીપળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, જયસુભાઈએ અગાઉ તેમના દિકરા સાથે મારા મારી કરી હોવાથી તેઓ બોલતા નહોતા. ગોરધનભાઈ માતાજીના મંદિરે શ્રીફળ મુકવા જતા હતા ત્યારે જયસુખભાઈએ તેમને દાઢીના ભાગે લાકડી મારી હતી. જયારે બાબુભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં બંનેએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.