લીલીયાના શેઢાવદર ગામના હદ વિસ્તારમાં નદીના પુલ પાસે રોડ ઉપર ગોળાઇમાં બોલેરો ચાલકે ટુવ્હીલ ચાલકને અડફેટે લીધો હતો અને ઈજા કરી હતી. બનાવ અંગે વિજયભાઇ પ્રભાશંકરભાઇ મહેતા (ઉ.વ.૪૭, ધંધો. એસ.આર.પી.એફ. ગૃપ-૨૧ બાલાની વાવમાં કોન્સ્ટેબલ રહે.રાજુલા ૬૬ દ્ભફ સબ સ્ટેશનની બાજુમાં ગોકુલનગર પ્રગટેશ્વર મહાદેવ મંદિર તા.રાજુલા જી.અમરેલી)એ બોલેરો નં.ય્ત્ન-૧૪-ઠ-૦૨૪૨ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાનું મોટરસાઇકલ ચલાવી શેઢાવદર ગામેથી નાના લીલીયા જવાના રોડ ઉપર નદીના પુલ પાસે પહોચતા ગોળાઇમાં એક માલવાહક બોલેરો રજી. નં.ય્ત્ન-૧૪-ઠ-૦૨૪૨ ના ચાલકે તેમના મોટરસાઇકલ સાથે બોલેરો વાહન ભટકાવ્યું હતું. જેમાં તેમને જમણા હાથની હથેળી તથા જમણા પગે ગોઠણે ફ્રેક્ચર તથા શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.