શેઢાવદર ગામે રહેતા એક પ્રૌઢ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. બનાવ અંગે બાબુભાઈ હરિભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ મારકુનભાઈ બચુભાઈ, મયુ મારકુન, ચંદુભાઈ બચુભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના દીકરાને આરોપીને અગાઉ માર માર્યો હતો. જેમને લઇ તેમને સારું નહોતું લાગ્યું. બે દિવસ પહેલા સવારે ૮ વાગ્યે તેઓ ગામના પાદરે આવતાં આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ ચંદુભાઈએ માઇકનું સ્ટેન્ડ તેમના માથાના ભાગે મારતાં લોહી નીકળતું બંધ કરવા આઠ ટાંકા લેવા પડ્યા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે.વરૂ વધુ તપાસ કરી
રહ્યા છે.