અમરેલીના શેડુભાર ગામ ખાતે અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઇ સાવલિયા અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષભાઇ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં શેડુભાર સહકારી મંડળી લી.ની ૬રમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા તેમજ ગોંડલિયાભાઇ, ઇફ્કોના એરીયા મેનેજર રામાણીભાઇ તેમજ ગુજકોમાસોલના મેનેજર કિકાણીભાઇ તેમજ શેડુભાર શાખાના બ્રાંચ મેનેજર કિરણભાઇ બાવિશી તથા હરિભાઇ રામાણી, શેડુભાર મંડળીના પ્રમુખ બાલુભાઇ ગજેરા, માજી પ્રમુખ દેવરાજભાઇ કુંભાણી, જેરામભાઇ બોઘાણી તેમજ તમામ કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે મંત્રી પ્રકાશભાઇ ડભોયાએ મંડળીના હિસાબો રજૂ કરતા રૂ.૯,પ૮,૦૦૦નો નફો મંડળી દ્વારા કરવામાં આવેલ છે તેવું જણાવેલ હતું. મંડળી દ્વારા ૧પ ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ છે તેમજ મંડળી તરફથી દરેક સભાસદોને ભેટ આપવામાં આવી હતી. છેલ્લા પ૧ વર્ષથી સેવા આપનાર મંડળીના મંત્રી શંભુભાઇ છત્રોલાને વિદાય આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઇ ગજેરાએ કર્યું હતું. સાધારણ સભામાં ઉપસ્થિત રહેનાર સભાસદ અને મહેમાનોનો ચેતનભાઇ ગજેરાએ આભાર માન્યો હતો.