અમરેલીના શેડુભાર ગામે એક મહિલાને ઝેરી જંતુ કરડી જતાં ઝેરી અસર થવાથી સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે સુનિલભાઈ દેવરાજભાઈ કરડ (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, મુક્તાબેન રાણાભાઈ કરડ (ઉ.વ.૭૦) તેમના ઘરે ઓફિસમાં દરવાજે બેઠા હતા તે સમયે ઝેરી જનાવર મરણજનારના ડાબા હાથની પહેલી આંગળીએ કરડી જતા ઝેરી અસર થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.