અમરેલી જિલ્લામાં બે સ્થળેથી ૮ જુગારી ઝડપાયા હતા. શેડુભાર ગામે ભુતડા દાદાના મંદિર જવાના રસ્તે જાહેરમાં ખુલ્લા મેદાનમાંથી ખોડાભાઇ બચુભાઇ સાકરીયા, કાળુભાઇ દાનાભાઇ ખુમાણ, હસમુખભાઇ કરશનભાઇ ખુમાણ તથા વેલજીભાઇ બાવચંદભાઇ રાજાણી તીનપત્તીનો જુગાર રમતાં રોકડાં ૧૩,૭૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. કે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. કરીયાણા ગામેથી પીન્ટુભાઇ છનાભાઇ રાઠોડ, અભરામભાઇ કનુભાઇ સોલંકી, અશ્વિનભાઇ પ્રેમજીભાઇ જતાપરા, શીવરાજભાઇ વલકુભાઇ ખાચર જુગાર રમતાં રોકડા ૧૦,૩૧૦ સાથે ઝડપાયા હતા.