અમરેલીના શેડુભાર ગામે રેતીવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડી પાછળ જાહેર વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતાં છ ઈસમોને રોકડા ૧૨,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા.
રાજેશભાઈ નંદલાલભાઈ અગ્રાવત, રણજીતભાઈ જીલુભાઈ વાળા, રાજુભાઈ ગીરધરભાઈ ગોઠડીયા, વિનુભાઈ જીવરાજભાઈ વૈષ્ણવ, વિનુભાઈ ખોડાભાઈ ગોહીલ તથા ભુપતભાઈ મંગાભાઈ શીરોળીયા જાહેર જગ્યામાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.૧૨,૫૦૦ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે કે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.