બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ ચુકાદા પછી, બાંગ્લાદેશ સરકારે ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કોર્ટના નિર્ણયના આધારે ભારત સરકારને આ વિનંતી કરી છે.બાંગ્લાદેશે ભારત સરકારને કહ્યું છે કે આજના ટ્રિબ્યુનલના નિર્ણયમાં શેખ હસીના અને અસદુઝમાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે. અમે ભારત સરકાર દ્વારા આ બે વ્યક્તિ ઓને સ્વદેશ પરત મોકલવાની માંગ કરીએ છીએ. તેમને બાંગ્લાદેશી અધિકારીઓને સોંપવા જાઈએ. ભારતે બંને દેશો વચ્ચેના શરણાગતિ કરારનું પાલન કરવું જાઈએ.બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સોમવારે બે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ઢાકામાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીનાને હત્યા માટે ઉશ્કેરવા અને હત્યાનો આદેશ આપવાનો દોષી ઠેરવ્યો હતો. ટ્રિબ્યુનલે તેમને ૨૦૨૪ ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. કોર્ટે ૧૨ લોકોની હત્યાના દોષી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાનને પણ મૃત્યુદંડની સજા ફટકારી હતી.બાંગ્લાદેશમાં શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી કમાલની માલિકીની બધી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો. કોર્ટના નિર્ણય અંગે હસીનાએ કહ્યું, “મારી  વિરુદ્ધનો ચુકાદો ખોટો, પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે. આ નિર્ણય એક બિનચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત અને જાહેર આદેશનો અભાવ ધરાવતા ટ્રિબ્યુનલે આપ્યો હતો. લોકો જાણે છે કે આ આખો કેસ વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી, પરંતુ આવામી લીગને નિશાન બનાવવાનો પ્રયાસ છે.”હસીનાએ કહ્યું, “યુનુસ સરકાર હેઠળ, પોલીસ વ્યવસ્થા નબળી પડી ગઈ છે. ન્યાય વ્યવસ્થા નબળી પડી ગઈ છે. આવામી લીગ સમર્થકો અને હિન્દુ-મુસ્લિમમ લઘુમતીઓ પર હુમલાઓ વધ્યા છે. મહિલા અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે. કટ્ટરપંથીઓનો પ્રભાવ વધી રહ્યો છે. કોઈએ ડા. યુનુસને ચૂંટ્યા નથી. બાંગ્લાદેશની આગામી ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોવી જાઈએ.”