(એ.આર.એલ),મુંબઇ,તા.૬
બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં શરૂ થયેલા વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું હતું. મામલો એટલો વધી ગયો કે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. તેણે દેશ પણ છોડી દીધો છે. તેમના પિતા શેખ મુજીબુર્રહેમાન બાંગ્લાદેશના સ્થાપક હતા અને દેશના પ્રથમ રાષ્ટપતિ પણ હતા. તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે, જેનું નિર્દેશન ભારતીય નિર્દેશક શ્યામ બેનેગલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે ‘મુજીબઃ ધ મેકિંગ ઓફ અ નેશન’
આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૨૩માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બતાવે છે કે મુજીબુર રહેમાનની રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ, તેણે બાંગ્લાદેશની આઝાદી માટે કેવી રીતે કામ કર્યું. આ ચિત્ર નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને બાંગ્લાદેશ ફિલ્મ વિકાસ નિગમ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. આ મુવી બંગાળીની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આરીફીન શુવુએ તેમાં મુજીબનો રોલ કર્યો હતો.હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક રજિત કપૂર પણ આ ફિલ્મનો ભાગ હતા. આમાં તેણે પાકિસ્તાનના ચોથા રાષ્ટÙપતિ અને ૯મા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ગૌરવ શર્મા, મહેમૂદ સિદ્દીકી, નુસરત ઇમરોઝ તિશા પણ જાવા મળ્યા હતા.ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પૂર્વ પાકિસ્તાન બંગાળીને ત્યાંની રાષ્ટÙભાષા બનાવવાની માગ કરે છે, ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ સ્પષ્ટપણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. તે પછી મુજીબુર્રહેમાન મુસ્લમ લીગ છોડીને બંગાળીને રાષ્ટભાષા બનાવવાની માગ સાથે મેદાનમાં આવે છે.આ ફિલ્મની સ્ટોરી પાકિસ્તાનની જેલમાં ૯ મહિના ગાળ્યા બાદ મુજીબના પોતાના દેશ પરત ફરવાની સાથે શરૂ થાય છે. જ્યારે તે પોતાના દેશ પરત ફરે છે, ત્યારે તે ત્યાંના લોકોને કહે છે કે તેને જેલમાં ફાંસી આપવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી લશ્કરી બળવા સાથે સમાપ્ત થાય છે. જ્યારે તે અને તેનો આખો પરિવાર માર્યો જાય છે. કોઈને બક્ષવામાં આવતું નથી. તે સમયે શેખ હસીના અને તેની બહેન રેહાનાનો બચાવ થયો હતો. કારણ કે તે બંને જર્મનીમાં તેમના પરિવારથી દૂર હતા.ફિલ્મનીરીમાં બાંગ્લાદેશની આઝાદી સાથે જાડાયેલા ઘણા મુખ્ય પાસાઓને સામેલ કરવામાં આવ્યા છે. એવું પણ બતાવવામાં આવ્યું છે કે મુજીબનો આખો પરિવાર દરેક મુશ્કેલ સમયમાં તેમની સાથે હતો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જાઈ શકાય છે. ફિલ્મમાં મુજીબના રોલમાં આરીફીન શુવુ ખૂબ જ ફિટ હતો અને નુસરત ઇમરોઝ તિશાએ પણ તેની પત્નીના રોલમાં સારું કામ કર્યું હતું. આ બંને કલાકારો બાંગ્લાદેશના જાણીતા નામ છે. આ પિક્ચર સિવાય આરિફિને બીજી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. કેટલીક ફિલ્મો છે- ‘મિશન એક્સ્ટ્રીમ’, ‘ઢાકા એટેક’, ‘બ્લેક વોરઃ મિશન એક્સ્ટ્રીમ ૨’. ડિરેક્ટર શ્યામ બેનેગલ લગભગ ૧૪ વર્ષ પછી આ ફિલ્મ દ્વારા ફિલ્મ નિર્દેશનની દુનિયામાં પાછા ફર્યા છે. વર્ષ ૨૦૦૯માં ‘વેલ ડન અબ્બા’. ત્યારપછી ૨૦૨૩ પછી તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.