લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ચાવંડ બેઠક નીચે આવતા ગામલોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમ પૂર્વમંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ અગ્રણી જીતુભાઈ ડેર, સંજયભાઈ હિરપરા, કિરીટભાઈ સોરઠીયા, મામલતદાર વી.જે.ડેર, કાશ્મીરાબેન ભટ્ટ, મુકેશસિંઘ, સરપંચ અનસુયાબેન ચોથાણી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા. ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા તેમજ વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા હતા.