ભડલી ગામના વતની સ્વ. રાણુબાબેનનાં બેસણામાં વિવિધ રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનોએ સાંત્વના પાઠવી હતી. ચલાલા દાનેવ ધામના મહંત વલકુબાપુ, પાળીયાદના સંચાલક ભયલુબાપુ, દિલીપભાઈ સંઘાણી, પરશોતમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરીયા, ભરતભાઈ બોઘરા, જનકભાઈ તળાવીયા, વિરજીભાઈ ઠુંમર, મુકેશભાઈ સંઘાણી, અમરીશભાઈ ડેર, શરદભાઈ ધાનાણી તેમજ રાજકીય અને સામાજીક આગેવાનો તથા અમરેલીનાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ શેખવા પરિવાર સાથે સંકળાયેલા પરિવારજનો અને મિત્રો, વિવિધ સમાજના આગેવાનોએ શેખવા પરિવાર પર આવેલા દુઃખમાં ભાગ લઈ સાંત્વના પાઠવી હતી.