એક્ટર સંજય ગગનાની ટીવી શો ‘કુંડલી ભાગ્યમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. હાલમાં સંજય ઉર્ફે પૃથ્વી મલ્હોત્રા ત્યારે ડઘાઈ ગયો હતો જ્યારે શ્રદ્ધા આર્યા ઉર્ફે પ્રીતા અરોરાએ રિયલમાં તેના ગાલ પર લાફો જડી દીધો હતો. જો કે, તે થપ્પડ આકસ્મિકક હતી અને હેતુસરથી આમ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવ્યું નહોતું. ‘કુંડલી ભાગ્ય’ના શૂટિંગ દરમિયાન જ્યારે ડ્રામેટિક સીન ચાલી રહ્યો હતો ત્યારે આ થયું હતું. જેમાં પૃથ્વી પ્રીતાને ઉકસાવે છે અને તે તેને થપ્પડ મારે છે. જો કે, ધીમેથી મારવાના બદલે શ્રદ્ધાએ આકસ્મિકક રીતે સાચેમાં સંજયને થપ્પડ મારી હતી. એક્ટ્રેસે તરત જ કટ કહ્યું હતું અને સંજય ગગનાનીની માફી માગી હતી. ઘટના વિશે વાત કરતાં, સંજય ગગનાનીએ કહ્યું હતું કે, ‘સેટ પર આવું થતું રહે છે. જ્યારે મારી સાથે થયું ત્યારે શ્રદ્ધાએ ખૂબ જ દિલગીરી વ્યક્ત કરી હતી. તે ખૂબ જ સારી છે કે તેણે તરત જ શૂટિંગ અટકાવ્યું હતું. પરંતુ મેં તેને તેમ કરવાની જરૂર નહોતી અને શૂટિંગ યથાવત્ જ રાખવાનું હતું તેમ કહ્યું હતું. અમે એટલા પ્રોફેશનલ છીએ કે, કેટલીક વખતે સીનમાં ઘૂસી જઈએ છીએ. પરંતુ મને લાગે છે કે, આ એવી યાદો છે જેને આપણે જીવનમાં આગળ લઈ જઈશું’. આ પહેલીવાર નથી જ્યારે સીનના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર્સે ભૂલથી થપ્પડ મારી હોય. એક્ટર કરણ કુંદ્રા જ્યારે ટીવી શો ‘યે કહાં આ ગયે હમ’માં કામ કરી રહ્યો હતો ત્યારે તેને કો-એક્ટ્રેસ સાન્વી તલવારે થપ્પડ મારી હતી. સીન પ્રમાણે, કરણ કુંદ્રાને સાન્વીને કિસ કરવાની હતી અને સાન્વીએ તેને થપ્પડ મારવાની હતી. પરંતુ સાન્વી તલવારે ભૂલથી કરણ કુંદ્રાને જોરથી થપ્પડ મારી હતી. આ વાતથી તેને ખોટું લાગી ગયું હતું. ઈટાઈમ્સ ટીવીના રિપોર્ટ પ્રમાણે, કરણ કુંદ્રા બાદમાં પોતાની વેનિટી વેનમાં જતો રહ્યો હતો અને સાન્વીને થપ્પડ પણ મારી હતી. કસૌટી જિંદગી કી ૨’માં હિના ખાને કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું જયારે શુભાવી ચોક્સી મોહિની બાસુના રોલમાં હતી. સીનમાં શુભાવીએ હિનાને ગુસ્સામાં થપ્પડ મારવાની હતી. જો કે, તેણે ભૂલથી જોરદાર તમાચો જડી દીધો હતો. પોતાની ભૂલ સમજોતા તેણે તરત જ હિનાની માફી માગી હતી. આટલું જ નહીં સોરી કાર્ડ અને ગુલદસ્તો પણ મોકલાવ્યો હતો. તો હિનાએ પણ તેને માફ કરી દીધી હતી.