પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જીદ માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ૫૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. ૭૦ થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની ત્રણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને સીડીએ હોસ્પિટલ માં  દાખલ કરવામાં આવ્યા છે.
વિસ્ફોટની તસવીરોમાં શરીરના ભાગો વિખરાયેલા દેખાય છે. શરૂઆતમાં આ આત્મઘાતી હુમલો હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
સ્થાનિક મીડિયા અનુસાર, વિસ્ફોટ કસર-એ-ખાદીજાતુલ કુબ્રા મસ્જીદમાં થયો હતો, જેને ઇસ્લામાબાદની ગ્રાન્ડ મસ્જીદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટનાનો વીડિયો ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ભાગી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, ઇસ્લામાબાદમાં કટોકટીની સ્થિતિ  જાહેર કરવામાં આવી છે.
લોકો બપોરે ૧ વાગ્યાની આસપાસ નમાઝ માટે મસ્જીદમાં ભેગા થવા લાગ્યા. આ દરમિયાન, એક આત્મઘાતી હુમલાખોરે મસ્જીદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ગેટ પર જ રોકવામાં આવ્યો. તેની તપાસ થતાં જ તેણે પોતાને ઉડાવી દીધો.
ઇસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે આત્મઘાતી હુમલાખોર અફઘાનિસ્તાન સાથે જાડાયેલો હતો. આનો અર્થ એ છે કે હુમલા પાછળ ટીટીપીનો હાથ હોવાની શંકા છે. જાકે, તહરીક-એ-ઇન્સાફ (ટીઆઈટી) એ હજુ સુધી જવાબદારી સ્વીકારી નથી.
તારલાઈમાં જ્યાં આત્મઘાતી હુમલો થયો તે મસ્જીદને શિયા સમુદાયની પ્રખ્યાત મસ્જીદ  માનવામાં આવે છે. પાકિસ્તાનમાં શિયા સમુદાયની વસ્તી આશરે ૨૦ મિલિયન છે, જે કુલ વસ્તીના ૧૦-૧૨ ટકા છે.
નવેમ્બર ૨૦૨૫ પછી ઇસ્લામાબાદમાં આ બીજા મોટો વિસ્ફોટ છે. નવેમ્બર ૨૦૨૫ માં, ઇસ્લામાબાદ કોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને ૩૬ ઘાયલ થયા હતા. આ હુમલો તહરીક-એ-તાલિબાન દ્વારા કરવામાં આવ્યો હતો.
આભાર – નિહારીકા રવિયા