આઇપીએલ ૨૦૨૫ સીઝનનો એલિમિનેટર મેચ ૩૦ મેના રોજ મુલ્લાનપુરના સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયો હતો. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ ૨૦ રનથી જીતી લીધી અને બીજા ક્વોલિફાયર માટે પોતાની ટિકિટ કન્ફર્મ કરી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે એવું પણ લાગતું હતું કે બંને વચ્ચે બધું બરાબર નથી.
ગુજરાત ટાઇટન અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં જ્યારે ટોસ થયો ત્યારે મુંબઈની ટીમે જીત મેળવી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ સમયે એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જેમાં ગિલ ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાએ તેની સાથે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો પરંતુ ગિલે તેના પર ધ્યાન આપ્યું નહીં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તે એ પણ દર્શાવે છે કે બંને વચ્ચે બધું બરાબર નથી.
એલિમિનેટર મેચમાં પહેલા બેટિંગ કરતી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૨૮ રન બનાવ્યા હતા. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ મોટી ઇનિંગ રમવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ તે પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટ દ્વારા એક રનના વ્યક્તિગત સ્કોર પર ન્મ્ઉ આઉટ થયો હતો. ગિલે અમ્પાયરના નિર્ણય પર ડ્ઢઇજી લીધો હતો, જેમાં હાર્દિક પંડ્યા ત્યાંથી દોડી રહ્યા હતા તે જ સમયે તેમની પ્રતિક્રિયાએ પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
શુભમન ગિલ આઉટ થયા પછી, ગુજરાત ટાઇટન્સ માટે આ મેચ જીતવાની જવાબદારી સાઈ સુદર્શનના ખભા પર આવી ગઈ, જેમાં એક સમયે તે મેચને ખૂબ નજીક લાવી ગયો હતો, પરંતુ ૮૦ રન બનાવ્યા પછી તેના આઉટ થવાથી, મુંબઈને મેચમાં પાછા ફરવાની તક મળી અને અંતે તેઓ ૨૦ રનથી જીતી ગયા. હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૧ જૂને પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-૨ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.













































