(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
બોલિવૂડનું સુપર હિટ જાડીઓની વાત આવે ત્યારે ખાસ કરીને સૈફ અલી ખાન અને કરીના કપૂરનું નામ ટોપ પર હોય છે. હંમેશા આ કપલ કોઇને કોઇ રીતે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે. જા કે લગ્નના આટલા વર્ષો પછી પણ બન્ને રોમેÂન્ટક પોઝ આપવાનું ભૂલતા નથી, પરંતુ હાલમાં કપલની એવી વાત સામે આવી છે જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. કપલની એક તસવીર વાયરલ થઇ રહી છે જે જાઇને ફેન્સ પણ ચિંતામાં પડી ગયા છે. આ તસવીર જાઇને ફેન્સને એવું લાગી રહ્યું છે કે કપલના વચ્ચે કંઇ ખટપટ ચાલે છે અને તલાક લેશે.
વાત જાણે એમ છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનના આ બીજા લગ્ન હતા. આ લગ્ન પછી બે દિકરાઓને જન્મ આપ્યો જેમાં એક તૈમુર અને જેહ છે. જા કે આ દિવસોમાં એક લેટેસ્ટ તસવીર શેર વાયરલ થઇ રહી છે જેમાં કપલના સંબંધોમાં તિરાડ પડી હોય એવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કરીનાના નામનું ટેટૂ સૈફ અલી ખાને બનાવડાવ્યુ હતુ. પરંતુ વીડિયો અને તસવીર વાયરલ થઇ રહી છે જેમાં કરીનાના નામનું ટેટૂ ગાયબ થઇ ગયુ છે. સૈફ અલી ખાન હાલમાં લેટેસ્ટમાં એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જ્યાંથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક્ટરના હાથ પર કરીનાનું નામના ટેટૂની જગ્યાએ બીજુ ટેટૂ જાવા મળી રહ્યું છે, જે જાઇને ફેન્સ કોમેન્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે.
ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂરના તલાક થવાના છે. આ વિશે કપલે કોઇ ઓફિશિયલ વાત જણાવી નથી અને નેટવર્ક ૧૮ ગુજરાતી આ વાતની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ સાથે કેટલાક યુઝર્સનું માનવુ છે કે સૈફે કોઇ ફિલ્મ માટે ટેટૂ બદલ્યુ છે, તો કેટલાક લોકો કપલના સંબંધોમાં તિરાડ પડી છે એમ જણાવી રહ્યા છે. આ સાથે એક યુઝર્સે લખ્યુ છે કે સૈફ ત્રીજા લગ્નની તૈયારીમાં છે.