મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની તૈયારીમાં મહા વિકાસ આઘાડી ઉથલપાથલનો સામનો કરી રહી હોય તેવું લાગે છે. શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટÙ નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે સાથે જાડાણ કરીને ચૂંટણી લડવાના પક્ષમાં છે, પરંતુ કોંગ્રેસે સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે.કોંગ્રેસ કહે છે કે રાજ ઠાકરે સાથે જાડાણ કરવાથી તેની પરંપરાગત મત બેંકઃ ઉત્તર ભારતીયો અને લઘુમતીઓને નુકસાન થશે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસને મનાવવા માટે દિલ્હીમાં હાઇકમાન્ડના સંપર્કમાં છે, દલીલ કરે છે કે વિપક્ષમાં વિભાજનથી ભાજપને ફાયદો થશે, પરંતુ સ્ફછનું ભવિષ્ય હાલમાં અનિશ્ચિત લાગે છે.જાન્યુઆરી ૨૦૨૬ માં યોજાનારી બીએમસી ચૂંટણીઓ શિવસેના (યુબીટી) માટે અÂસ્તત્વનો પ્રશ્ન છે. શિવસેના ૧૯૯૫ થી બીએમસી પર કબજા ધરાવે છે, જેણે પાર્ટીને આર્થિક અને રાજકીય તાકાત પૂરી પાડી છે. ૨૦૨૪ ની વિધાનસભા ચૂંટણીમાં એમવીએની કારમી હાર પછી, ઉદ્ધવ ઠાકરે પાસે ઠાકરે બ્રાન્ડને બચાવવાની આ છેલ્લી તક છે.નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેની રાજ ઠાકરે સાથે નિકટતા જુલાઈ ૨૦૨૫ થી વધી છે, જ્યારે તેઓએ એક રેલીમાં સ્ટેજ શેર કર્યું હતું અને ‘મરાઠી માણૂસ’ના મુદ્દા પર એકતા દર્શાવી હતી.સપ્ટેમ્બરમાં, ઉદ્ધવે રાજના દાદર નિવાસસ્થાને રાજકીય ચર્ચા કરી હતી, જ્યાં બીએમસી જાડાણની ચર્ચા થઈ હતી.એમએનએસ નેતા દિનકર પાટીલે નવેમ્બરમાં નાસિક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એમવીએ સાથે જાડાણની જાહેરાત કરી હતી, પરંતુ કોંગ્રેસે તેને નકારી કાઢ્યું હતું. કોંગ્રેસનું વલણ મક્કમ છે. ૧૫ નવેમ્બરના રોજ, મહારાષ્ટÙના પ્રભારી રમેશ ચેન્નીથલાએ મુંબઈ કોંગ્રેસની બેઠકમાં જાહેરાત કરી હતી કે પાર્ટી ૨૨૭ બીએમસી બેઠકો પર એકલા ચૂંટણી લડશે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડે પણ ગઠબંધન અંગે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી, જ્યાં ગઠબંધન જાળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મનસેના સમાવેશ અંગે મતભેદ રહ્યા હતા. ૧૬ નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “કોંગ્રેસ પોતાનો નિર્ણય લઈ શકે છે, અમે પણ લઈશું.” પરંતુ તેમના જૂથના નેતા વર્ષા ગાયકવાડને મળ્યા અને એમવીએને એક રાખવાની અપીલ કરી. ઉદ્ધવે દલીલ કરી હતી કે, “જા આપણે વિભાજીત થઈશું, તો બંને હારી જશે. ભાજપને જવાબ આપવા માટે વિપક્ષને એક થવાની જરૂર છે.”









































