ભારતીય ટીમના અનુભવી બેટ્‌સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ચર્ચા થઈ હતી કે શું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આ બંને ખેલાડીઓનો ગ્રેડ ઘટશે કે નહીં? હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે માહિતી આપી છે. રોહિત અને કોહલી લાંબા સમયથી ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને તાજેતરમાં જાહેર થયેલા બીસીસીઆઇ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમને છ+ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
રોહિત અને કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસના એક અઠવાડિયા પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા. આ બંને ખેલાડીઓએ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ ભારત માટે ફક્ત વનડે ફોર્મેટમાં જ રમતા જાવા મળશે. જાકે, ફક્ત એક જ ફોર્મેટ રમ્યા પછી તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગ્રેડ ઘટાડવામાં આવશે નહીં.
સાકિયાએ કહ્યું કે, ભલે રોહિત અને કોહલીએ ટી ૨૦ પછી ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હોય, તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટનો ભાગ છે, તેથી બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ છ પ્લસની સુવિધા મળતી રહેશે. ગયા મહિને, બીસીસીઆઇએ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ ૩૪ ખેલાડીઓ છે. ચાર ખેલાડીઓને છ+ ગ્રેડમાં મૂકવામાં આવ્યા હતા જેમાં રોહિત અને કોહલીનો સમાવેશ થાય છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને મ્ઝ્રઝ્રૈંના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની છ+ કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યા છે.
ગ્રેડ છ+ માં સમાવિષ્ટ ખેલાડીઓને વાર્ષિક ૭ કરોડ રૂપિયા મળે છે.
બીસીસીઆઈ એ+ ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને વાર્ષિક રૂ. ૭ કરોડ, એ ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને ૫ કરોડ, બી ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને ૩ કરોડ અને સી ગ્રેડમાં સમાવિષ્ટ ખેલાડીઓને ૧ કરોડ રૂપિયા આપે છે.બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ફક્ત તે ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે એક વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા ૧૦ ટી૨૦ મેચ રમી હોય.