બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફ હવે પતિ-પત્ની બની ગયા છે. તેમણે તારીખ ૯ ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરી લીધા છે. લગ્નના બીજો દિવસે વિકી અને કેટરિના હનીમૂન માટે રવાના થઈ ગયા હતા અને ૧૪મી ડિસેમ્બરના રોજ પાછા ફર્યા હતા. તેઓ હનીમૂન માટે ક્યાં ગયા હતા તેની જોણકારી હજી સુધી સામે નથી આવી. વિકી અને
કેટરિના મુંબઈ પાછા આવ્યા બાદ મીડિયા સામે આવ્યા હતા. ત્યારે કેટલાંક ન્યૂઝ વેબપોર્ટલમાં વિકી કૌશલ અને કેટરિના કૈફને લગ્ન નિમિત્તે મિત્રો તરફથી મોંઘી ગિફ્ટ્‌સ મળી હોવાના દાવા કરતા સમાચાર પ્રગટ કરવામાં આવી રહ્યા છે. કેટલાંક ન્યૂઝ રિપોર્ટ્‌સમાં એવું જોણવા મળી રહ્યું છે કે કેટરિના-વિકીને સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા અને રિતિક રોશન સહિતના લોકો તરફથી ગિફ્ટ્‌સ મળી છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે સલમાન ખાને વિકી-કેટરિનાને રૂપિયા ૩ કરોડની કિંમતની રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે. જ્યારે રણબીર કપૂરે ૨.૭ કરોડની કિંમતનો હીરાનો નેકલેસ ગિફ્ટ કર્યો છે. આ સિવાય શાહરુખ ખાને દોઢ લાખ રૂપિયાનું પેઈન્ટિંગ, અનુષ્કા શર્માએ ૬ લાખના ડાયમંડના ઈયરરિંગ્સ, રિતિક રોશને રૂપિયા ૩ લાખની કિંમતનું મોંઘું બાઈક વિકી કૌશલને ગિફ્ટ કર્યું હોવાનું ન્યૂઝ રિપોર્ટથી જોણવા મળે છે. જ્યારે આલિયા ભટ્ટે વિકી-કેટરિના માટે પરફ્યુમનું બાસ્કેટ મોકલ્યું હોવાનું એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવાયું છે. આ સિવાય અન્ય ન્યૂઝ રિપોર્ટ્‌સમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ૨૦મી ડિસેમ્બરે વિકી કૌશલ અને કેટરિના કૈફ બોલિવૂડના મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કરી શકે છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં ૯મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારજનો તેમજ મિત્રો તેમ કુલ મળીને ૧૨૦ મહેમાનોને જ આમંત્રિત કર્યા હતા. કેટરીના અને વિકી ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશન વેડિંગ કરવા ઈચ્છતા હતા પરંતુ બંને હાલ તેમના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી રાજસ્થાનના મહેલ પર પસંદગી ઉતારી હતી. જો વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે હાલ સામ બહાદુર, ધ ઈમોર્ટલ અશ્વત્થામા, તખ્ત જેવી ફિલ્મ છે. બીજી તરફ કેટરીના પાસે સલમાન ખાન સાથેની ટાઈગર ૩ અને ઈશાન ખટ્ટર તેમજ સિદ્ધાંત ચતુર્વેદી સાથેની ‘ભૂત પોલીસ’ છે.