ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું પાત્ર શરુઆતથી જ ઘનશ્યામ નાયક ભજવતા હતા. કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા ઘનશ્યાક નાયકે ૩ ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ઘનશ્યામ નાયક તારક મહેતા સીરિયલ લોન્ચ થઈ ત્યારથી જ સાથે જાડાયેલા હતા. બાળકોથી લઈને મોટા સુધી, તમામ દર્શકોના તેઓ ફેવરિટ હતા. લોકોને તેમની સ્ક્રીન સ્પેસ પસંદ આવતી હતી. તેમની અને જેઠાલાલની પગાર વધારવા બાબતની રકઝક અને રમૂજી પળો લોકો પસંદ કરતા હતા. હવે નટ્ટુ કાકાનું સ્થાન અન્ય કોઈને આપવું મુશ્કેલ કામ છે. નવા નટ્ટુ કાકા શોધવા પ્રોડ્યુસર્સ માટે પડકારજનક કામ છે. પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે મેકર્સે નવા નટુ કાકા મળી ગયા છે. આ બાબતે મેકર્સ તરફથી કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જાઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં જે શખ્સ જાવામાં આવી રહ્યા છે તે ઘનશ્યામ નાયકનું સ્થાન લેશે. શોને લગતા એક ઈન્સ્ટાગ્રામ ફેન ક્લબ તરફથી આ તસવીર શેર કરવામાં આવી છે.તસવીરમાં જાઈ શકાય છે કે એક વ્યક્તિ ઈલેક્ટ્રોનિક્સની દુકાન પર બેઠા છે. ફેન ક્લબનો દાવો છે કે આ નટ્ટુ કાકા છે. પરંતુ ચોક્કસપણે કંઈ જ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક પાછલા થોડા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ગયા વર્ષે તેમના ગળાની સર્જરી કરીને આઠ ગાંઠો નીકાળવામાં આવી હતી. નટુ કાકા સતત કામ કરતા હતા. તેઓ ૧૩ વર્ષથી તારક મહેતા કા ઉલટા ચશ્માનો ભાગ હતા. તેમની ડાયોલગ ડિલિવરી પણ ખૂબ સારી હતી. તેઓ અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા. ઘનશ્યામ નાયકે ૩૫૦થી વધારે ટીવી સીરિયલ અને લગભગ ૨૫૦ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડની પણ તેઓ અનેક ફિલ્મોમાં જાવા મળ્યા. આ સિવાય તેમણે ૧૦૦ ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું.