વર્ષ ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલવાલે’માં એક્ટર અજય દેવગણ અને રવીના ટંડનની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે એવી પણ વાતો વહેતી થઈ હતી કે અજય દેવગણ અને રવીના ટંડન એકબીજોના પ્રેમમાં છે. પણ, રવીના ટંડન અને અજય દેવગણે ક્યારેય પણ આ વિશે કશું પણ કહ્યું નહોતું. પણ, એક એવી ઘટના બની હતી કે જેથી અજય દેવગણ અને રવીના ટંડનના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. ત્યારે એક ઈન્ટરવ્યુમાં અજય દેવગણ રવીના ટંડનને ‘ડ્રામા કરનારી’ અને ‘જુઠ્ઠી’ કહી હતી. ત્યારે એવું પણ કહેવાતું હતું કે અજય દેવગણનું કરિશ્મા કપૂર સાથે પણ અફેર ચાલતું હતું. તે દરમિયાન એક્ટ્રેસ રવીના ટંડને એક ઈન્ટરવ્યુમાં એ પ્રકારે દાવો કર્યો હતો કે તે અજય દેવગણ સાથે રિલેશનશિપમાં હતી અને અજય દેવગણે તેને ઘણાં લવ લેટર પણ લખ્યા હતા. રવીના ટંડનના લવ લેટર્સના સવાલ પર અજય દેવગણે કહ્યું હતું કે લેટર્સ? કયા લેટર્સ? તેને કહો કે તે લેટર્સ છપાવી દે કે જેથી હું પણ વાંચીને જોણું કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. અમારા બંનેનો પરિવાર ઘણાં વર્ષોથી એકબીજોને ઓળખે છે. હું ક્યારેય તેની નજીક રહ્યો નથી. તે તેનું નામ મારી સાથે જોડીને પબ્લિસિટી મેળવવાના પ્રયાસ કરી રહી છે. તે જુઠ્ઠી છે અને તેણે પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. અજય દેવગણે કહ્યું હતું કે રવીના ટંડન સાથે મારી કોઈપણ પ્રકારની રિલેશનશિપ નથી. ત્યારે જ્યારે અજય દેવગણને પૂછવામાં આવ્યું હતું કે તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? તમે બંને એકબીજોને માફ કરીને આગળ કેમ નથી વધતા? ત્યારે અજય દેવગણે કહ્યું હતું કે બધા જોણે છે કે તે જુઠ્ઠી છે. તેની મૂરખ જેવી વાતોથી મને કોઈ ફરક નથી પડતો. મેં ક્યારેય પણ તેનામાં કોઈ રુચિ નથી લીધી અને તેના પ્રેમમાં પણ પડ્યો નથી. અમારા બંનેનો સાથે ફોટો હોય તો તેનો એવો મતલબ નથી કે અમારી વચ્ચે કોઈ રિલેશનશિપ હોય. ત્યારે અજય દેવગણે એવું પણ કહ્યું હતું કે આ દુનિયામાં રવીના ટંડન અને મનીષા કોઈરાલા છેલ્લાં હોય તો પણ હું તેઓ બંને સાથે કામ નહી કરું. અજય દેવગણ અને રવીના ટંડને એકસાથે જે ફિલ્મો કરી છે તેમાં દિલવાલે, એક હી રાસ્તા, ગૈર, દિવ્ય શક્તિ, કયામત વગેરે છે.