સુપ્રિમ કોર્ટે બુધવારે ઈન્દ્રાણી મુખર્જીને તેની પુત્રી શીના બોરાની હત્યા કેસમાં જામીન આપ્યા છે. ઈન્દ્રાણી મુખર્જી આ કેસમાં મુખ્ય આરોપી છે.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. એસ.બોપન્નાની ખંડપીઠે
કહ્યું કે આ મામલાની સુનાવણી જલ્દી પૂર્ણ થાય તેવી શક્યતા નથી. બેંચે કહ્યું, “અરજીકર્તા સામે આરોપો લગાવવામાં આવ્યા છે કે ઈન્દ્રાણી મુખર્જીએ રાહુલ મુખર્જી સાથે અફેર હોવાના કારણે તેની પુત્રીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. રાહુલ પીટર મુખર્જી અને તેની પૂર્વ પત્નીનો પુત્ર છે.
કોર્ટે કહ્યું કે અમે અરજીના ગુણો પર ટિપ્પણી કરી રહ્યા નથી. જા ફરિયાદ પક્ષ ૫૦ ટકા સાક્ષીઓ રજૂ કરે તો પણ ટ્રાયલ જલ્દી સમાપ્ત થશે નહીં. ટ્રાયલ કોર્ટ દ્વારા સંતુષ્ટ થવા પર તેઓને જામીન પર મુક્ત કરવામાં આવશે. પીટર મુખર્જી પર જે શરતો લાદવામાં આવી છે તે ઈન્દ્રાણી મુખર્જી પર પણ લાગુ થશે.” ઓગસ્ટ ૨૦૧૫માં તેની ધરપકડ થઈ ત્યારથી ઈન્દ્રાણી મુખર્જી મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ છે. ઈન્દ્રાણી મુખર્જી તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી કોર્ટમાં હાજર રહ્યા હતા.
રોહતગીએ કહ્યું કે ટ્રાયલ જલ્દી પૂર્ણ થશે નહીં કારણ કે મોટી સંખ્યામાં સાક્ષીઓની તપાસ થવાની બાકી છે. શીના બોરા મર્ડર કેસની સુનાવણી કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની વિશેષ અદાલતે ઈન્દ્રાણીની જામીન અરજી ઘણી વખત ફગાવી દીધી છે. ૭ વાર જામીન અરજી રદ્દ થયા બાદ મળ્યા જામીન. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આપ્યા જામીન. ૨૦૧૫માં દિકરીની હત્યા કેસમાં ધરપકડ થઇ હતી. ઇન્દ્રાણી પર દિકરીને જીવતી સળગાવવાનો છે આરોપ.
શીના બોરાની કથિત રીતે મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાએ એપ્રિલ ૨૦૧૨માં કારમાં ગળું દબાવી હત્યા કરી હતી. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના જંગલમાં તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.
પૂર્વ મીડિયા બેરોન પીટર મુખર્જીની પણ આ ષડયંત્રનો ભાગ હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦માં હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. જા કે, જેલમાં રોકાણ દરમિયાન તેમણે ઈન્દ્રાણી મુખર્જીથી છૂટાછેડા લઈ લીધા હતા.