છેલ્લાં બે-ત્રણ દિવસથી સમગ્ર રાજયમાં સુસવાટા મારતા ઠંડા પવન ફુંકાઈ રહ્યાં છે. પવનનાં કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમરેલી જિલ્લામાં પણ શીત લહેર હોવાથી સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે. ઠંડીના કારણે વહેલી સવારે શાળાએ જતાં બાળકો ભારે મુશ્કેલીનો સામનો કરતા હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીઓને પત્ર પાઠવી જણાવ્યું છે કે, શીત લહેરને કારણે સાવચેતીનાં પગલારૂપે વિદ્યાર્થીઓનાં આરોગ્યને ધ્યાને રાખી જે તાલુકામાં સવારની પાળી ચાલે છે તે શાળાઓમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શાળાનો સમય સવારનાં ૮ થી ૧ રાખવા જણાવવામાં આવે છે.