અમરેલીની શીતલ કૂલ પ્રોડકટ લિમિટેડના હાર્દિકભાઈ ભુવાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીની શીતલ કંપનીના ડાયરેક્ટર દિનેશભાઈ ભૂવાના પુત્ર હાર્દિકભાઈ ભુવાના જન્મદિવસની શીતલ કંપની પરિવાર, મિત્રો, સ્નેહીજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શુભેચ્છકો દ્વારા તેમને નીરોગી દીર્ઘાયુ રહે અને કંપનીનો ભવ્ય ઇતિહાસ રચે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાર્દિકભાઈ ભુવાને પરિવારના તમામ વડીલોએ આશીર્વાદ આપી જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.