અમરેલીની શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ કંપનીએ હવે અમેરિકા જેવા દેશમાં દબદબાભેર પ્રવેશ કરી પોતાની પ્રોડક્ટસ પહોંચાડવાનો શુભારંભ કર્યો છે. શીતલ કંપની એક પછી એક શિખરો સર કરી રહી છે અને અમરેલીનો ડંકો જુદા-જુદા રાજ્યો તથા દેશોમાં વગાડી રહી છે.
જેમાં કંપનીએ ગઇકાલે અમેરિકાના સ્વાદરસીકો માટે ઘી, રસગુલ્લા, ગુલાબજાંબુ, પ્રીમિયમ કૂકીઝ, બદામ પિસ્તા બિસ્કીટ, પ્રીમિયમ કૂકીઝ ચોકલેટ બિસ્કીટનું કન્ટેનર અમેરિકા ખાતે રવાના કર્યું હતું. અમેરિકાના સ્વાદરસીકો હવે શીતલ કંપનીના સ્વાદની લિજ્જત ઉઠાવશે. ત્યારે આ બાબત સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ગણી શકાય. કંપનીના શુભેચ્છકો તરફથી અભિનંદન આપતા શુભેચ્છા સંદેશો કંપનીને મળી રહ્યાં છે.