પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર, ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં મોટો ફાયદો થશે
ગીર સોમનાથ, તા.ર૦
ગીર જંગલની મધ્યમાં આવેલ ગીર સોમનાથના સૌથી મોટા શીંગવડા ડેમમાંથી ૧૬ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાયું તો જિલ્લાના બાકી ડેમોમાંથી ૭૦ જેટલા ગામોના ખેડૂતોને પિયત માટે ઉનાળુ સિઝનનાં ૩ પાણ છોડવાનું નક્કી થયું તે પૈકીનું ઉનાળુ સિઝનનું છેલ્લું અને કોરવાણનું પાણી છોડાતા ગીરના ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં ફાયદો થશે. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં તલ, અડદ, મગ બાજરી, શેરડીનું વાવેતર છે. આ પાક જીવંત રાખવા પાણીની ખાસ જરૂરિયાત હોય તેને ધ્યાનમાં રાખી શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.