શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ લીલીયા સંચાલિત મહિલાઓના વિવિધલક્ષી કલ્યાણ કેન્દ્ર ધારી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ભારતીબેન, ભાવિકાબેન અને રમેશભાઈ અંટાળાએ યોગાભ્યાસ કરાવ્યો તથા યોગના લાભો વિશે માહિતી આપી હતી. ટ્રસ્ટ પ્રમુખ રેખાબેન ગાયજને મહિલાઓને કાયદાકીય જાણકારી આપી અને સંસ્થાની યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ધારીના વી.એમ.કે સ્ટાફે જહેમત ઉઠાવી હતી.










































