રાજકોટ કિલ્લામાં શિવાજીની પ્રતિમા પડવાના કેસમાં મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શિલ્પકાર અને કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની થાણેથી ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની શોધમાં મહારાષ્ટÙ પોલીસે સાતથી વધુ ટીમો તૈનાત કરી હતી. આ ટીમો તેને સતત શોધી રહી હતી. હાલમાં આપ્ટેને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની ઓફિસમાં રાખવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેને શિવાજીની ૩૫ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ શિલ્પકાર જયદીપ આપ્ટેની ધરપકડમાં તેમની પત્નીનો ફાળો હતો. તેણે જ પોલીસને જાણ કરી હતી. કુટુંબીજનો અને મિત્રોએ તેને સત્તાધીશોને સમર્પણ કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો.આપ્ટેની બુધવારે તેમના ઘરની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. તે તેના પરિવારને મળવા પાછો આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આપ્ટેએ તેની પત્નીનો સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે તે ઘરે પરત ફરી
આભાર – નિહારીકા રવિયા રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ચિંતિત હતા અને ઇચ્છતા હતા કે તે ઘરે પરત ફરે અને તપાસમાં સહકાર આપે. પોલીસ હવે શિલ્પકારને લઈને માલવણ જવા રવાના થઈ છે અને તપાસ આગળ ધપાવી છે.
૨૬ ઓગસ્ટના રોજ પ્રતિમા પડી ગયા બાદ માલવાન પોલીસે આપ્ટે વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો હતો. તે ૧૦ દિવસથી ફરાર હતો. શોધખોળ માટે પોલીસની ૭ ટીમો બનાવવામાં આવી હતી. મુંબઈ, સિંધુદુર્ગ, થાણે, કોલ્હાપુરમાં તેની શોધ કરવામાં આવી હતી, પરંતુ તે કલ્યાણમાં છુપાયો હતો. આપ્ટે વિરુદ્ધ એક દિવસ પહેલા લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. ૩૪ વર્ષના જયદીપ આપ્ટેએ શિવાજી મહારાજની ૩૫ ફૂટની પ્રતિમા પહેલા ક્યારેય આટલી મોટી પ્રતિમા બનાવી ન હતી. તે માત્ર ૨ ફૂટ ઉંચી મૂર્તિઓ બનાવતો હતો. પ્રતિમાના નિર્માણ બાદ પીએમ મોદીએ ગયા વર્ષે ૪ ડિસેમ્બરે નેવી ડેના અવસર પર માલવણ તહસીલના કિલ્લામાં શિવાજીની આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પરંતુ આ પ્રતિમા ગયા મહિને પડી ગઈ હતી.
માલવણમાં જે શિવાજીની પ્રતિમા માટે તેમણે કોન્ટ્રાક્ટ જીત્યો હતો, તે માટે તેમણે ૩૫ ફૂટની વિશાળ પ્રતિમા બનાવવાની હતી. એક પારિવારિક મિત્રએ જણાવ્યું, “જયદીપ એક સારા શિલ્પકાર છે, પરંતુ એ વાત સાચી છે કે તેને મોટા શિલ્પો બનાવવાનો અનુભવ નહોતો. જા કે, મને ખાતરી છે કે તે ભ્રષ્ટાચારમાં સામેલ નહીં થાય. આ એક ભૂલ હતી.” એસોસિએટ્સે આપ્ટે પરિવારને એક શિક્ષિત, મધ્યમ-વર્ગીય કુટુંબ તરીકે વર્ણવ્યું હતું, જે કોઈપણ વિવાદથી મુક્ત હતું. “તેના પિતા, જેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું, તેઓ એક મોટી કંપનીમાં કામ કરતા હતા, જ્યારે તેમની એક બહેન છે જે લગ્ન પછી વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે,” એક પરિવારના મિત્રએ જણાવ્યું.
આપ્ટે, એક ઉભરતા શિલ્પકાર, પ્રથમ વખત ૨૦૧૯ માં હેડલાઇન્સમાં આવ્યા હતા જ્યારે તેમને યુકે Âસ્થત શીખ સૈનિક સંગઠન દ્વારા બે વિશ્વ યુદ્ધોમાં બ્રિટિશ આર્મીમાં લડેલા લોકોના સન્માનમાં શીખ સૈનિકની કાંસ્ય પ્રતિમા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. વેસ્ટ યોર્કશાયરમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતમાં દાંડી સ્મારક માટે મહાત્મા ગાંધીના પુત્ર મણીલાલની પ્રતિમા પણ બનાવી હતી.
પ્રતિમા પડી ગયા બાદ માલવણ પોલીસે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ અને શિલ્પકાર જયદીપ આપ્ટે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જાકે, આ કેસમાં પાટીલની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. આ સાથે તેઓ એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યા હતા કે અનુભવના અભાવે આપ્ટેને આટલું મહ¥વનું ટેન્ડર કેવી રીતે મળી શકે. આપ્ટેની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. આટલા મોટા શિલ્પો બનાવવાનો તેમને કોઈ અનુભવ નહોતો, છતાં તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું, આના પર સતત સવાલો ઉઠી રહ્યા છે.
આ ઘટનામાં આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા પ્રવીણ દારકરે કહ્યું, ‘જે લોકો અમારી સરકારની ટીકા કરી રહ્યા હતા તેમણે હવે મોં ખોલવું જાઈએ.બંધ કરવી જાઈએ. એ વાત સાચી છે કે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં પોલીસને થોડો સમય લાગ્યો હતો. અમે ધરપકડનો શ્રેય નથી લઈ રહ્યા પરંતુ પોલીસે તેમનું કામ કર્યું છે.ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના નેતા સુષ્મા અંધારેએ કહ્યું, ‘રાજ્ય સરકારે આપ્ટેની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયાસ ન કરવો જાઈએ કારણ કે તે સરકારની ફરજ છે. તે અંડરવર્લ્ડ ડોન નહોતો. તેની અગાઉ ધરપકડ થવી જાઈતી હતી.