મહારાષ્ટ્રની છ રાજયસભા બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થઇ ગયું છે રાજયમાં ધારાસભ્યોની સંખ્યાના હિસાબથી જાવામાં આવે તો બે ભાજપ,એક શિવસેના,એક કોંગ્રેસ અને એક બેઠક એનસીપીને મળવાનું નક્કી છે.મુકાબલો છઠ્ઠી રાજયસભા બેઠક માટે થનાર છે જેના પર શિવાજી મહારાજની ૧૩મી પેઢીના સંભાજી રાજેએ અપક્ષ ચુંટણી લડવાની દાવેદારી કરી છે.આવામાં સંભાજીને રાજયસભામાં પહોંચવા માટે માતોશ્રી પર માથા ટેકવવું પડશે કારણ કે શિવસેનાના સમર્થન વિના તેમનું રાજયસભા પહોંચવું મુશ્કેલ છે.
એ યાદ રહે કે જે રાજયસભા બેઠકો પર ચુંટણી થઇ રહી છે તેમાં ભાજપથી પીયુષ ગોયલ,વિનય સહસ્ત્રબુધ્ધે અને વિકાસ મહાત્સે,કોંગ્રેસથી પી ચિદમ્બરમ એમનસીપીમાંથી પ્રફુલ્લ પટેલ અને શિવસેનામાંથી સંજય રાઉતની બેઠકો ખાલી થઇ રહી છે.મહારાષ્ટ્રમાં વિધાનસભાના સભ્યોની સંખ્યાના હિસાબથી ભાજપની એક બેઠક ઓછી થઇ રહી છે જયારે મહાવિકાસ અઘાડી ગઠબંધનને એક બેઠકનો લાભ થઇ શકે છે જા કે છઠ્ઠી બેઠક પર સંભાજી રાજે ચુંટણી લડવાની જાહેરાત કરી છે આથી મુકાબલો રોચક થઇ શકે છે.
સંભાજીને એનસીપી સમર્થન આપવા માટે તૈયાર છે શિવસેનાએ સંભાજીને રાજયસભામાં મોકલવા માટે પાર્ટીમાં સામેલ થવાની શરત રાખી દીધી છે શિવસેના સાંસદ સંજય રાઉત રાજયસભાની બે બેઠકો પર પાર્ટીના ઉમેદવાર ઉતારવાની વાત કહી ચુકયા છે.સંભાજી રાજેના સવાલ પર તેમણે કહ્યું હતું કે અમે તેમને કરહ્યું હતું કે તમે શિવસેનામાં સામેલ થઇ જાવ આથી અમારી પાર્ટીની
સંખ્યા રાજયસભામાં વધી જશે સંભાજીની પાસે રાજયસભામાં પહોંચવા માટે જરૂરી મત નથી
મરાઠા ક્રાંતિ મોરચાનું એક પ્રતિનિધિ મંડળ સંભાજી રાજે માટે સમર્થન એકત્રિત કરી રહ્યું છે મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેની મુલાકાત કરી હતી અને સંભાજી રાજે છત્રપતિ માટે તેમની પાર્ટીનું સમર્થન માંગ્યું હતું જયારે શિવસેનાનું એક પ્રતિનિધિમંડળે પણ સંભાજી રાજેની મુલાકાત કરી ચુકયુ છે તે પ્રતિનિધિમંડળમાં સાંસદ અનિલ દેસાઇ,ઉદય સામંત મિલિંદ નાર્વેકર સામેલ હતાં. આ દરમિયાન શિવસેના નેતાઓએ સંભાજીને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને માતોશ્રી જઇ મળવાની વાત કહી હતી.
સંભાજી રાજે પહેલા જ જાહેરાત કરી ચુકયી છે કે તે અપક્ષ ચુંટણી મેદાનમાં ઉતરશે પરંતુ જીત માટે નંબરના આંકડા શિવસેનાના સમર્થન વિના પુરા થઇ શકે તેમ નથી આ દિશામાં સંભાજી રાજે અને તેમના નજીકના લોકો તમામ પક્ષોની સાથે મુલાકાત કરી સમર્થન માંગી રહ્યાં છે. આ કડીમાં સંભાજી રાજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને મળવાના હતાં પરંતુ હજુ સુધી બંન્ને નેતાઓની વચ્ચે મુલાકાત થઇ શકી નથી
જા કે શિવસેના પોતાના બીજા ઉમેદવારોને ઉતારવાની તૈયારીમાં છે શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું હતું કે રાજયસભા માટે પાર્ટી બે ઉમેદવારો ઉતારશે સંભાજી રાતે એક સ્વતંત્ર વ્યક્તિ છે તે છત્રપતિ છે આથી રાજયસભા માટે તેમનો વિરોધ કરવાનો સવાલ ઉભો થતો નથી પરંતુ સંભાજી રાજેની પાસે જરૂરી મત નથી આથી તેમણે શિવસેનાથી સમર્થન કરવાની માંગ કરી હતી આવામાં જયારે શિવસેનાનો પોતાનો ઉમેદવાર છે તો અમે એક અપક્ષ ઉમેદવારને સમર્થન કેવી રીતે કરી શકીએ છીએ આથી અમે તેમને શિવસેનામાં સામેલ થવાની પેશકશ કરી હતી
શિવસેનાએ સંભાજી રાજેને રાજયસભામાં જવા માટે પાર્ટીમાં સામેલ થવાની શરત રાખી હતી જયારે એનસીપી પ્રમુખ શરદ પવારે ભલે જ શરૂમાં રાજેને સમર્થન આપવાની જાહેરાત કરી રાખી હોય પરંતુ હવે પવારે કહ્યું છે કે શિવસેના જેને કહેશે તે ઉમેદવારને વધારાના મત આપવામાં આવશે આવામાં તે ઉમેદવાર સંભાજી રાજે છત્રપતિ હોય કે કોઇ અન્ય આવામાં સ્પષ્ટ છે કે સંભાજીને રાજયસભા પહોંચવા માટે શિવસેનાના બંધનથી બંધાઇ જવું પડશે ત્યારે જ મહાવિકાસ અધાડી સમર્થન કરશે આવામાં જાવું એ રહેશે કે સંભાજી શું પગ્ પગલા ઉઠાવે છે.