શિવસેનાનાં નેતા સંજય રાઉતે શનિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ એકમાત્ર એવા નેતા છે જે સમગ્ર દેશમાં લોકો દ્વારા વખણાય છે. તેમણે કહ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાર્સનું સૂત્ર ખરેખરમાં તેમના પર અનુકૂળ છે.સંજય રાઉતનું નિવેદન સ્પષ્ટપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કેન્દ્રિત હતું, જેમણે ૨૦૧૪ માં ‘સબકા સાથ, સબકા વિકાર્સ (સામૂહિક પ્રયાસ, સમાવેશી વૃદ્ધિ) નાં સૂત્ર સાથે સત્તા સંભાળી હતી. પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, “શિવસેના-ભાજપ ગઠબંધનને મજબૂત કરવામાં અટલ બિહારી વાજપેયીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘સબકા સાથ, સબકા વિકાર્સ વાક્ય ખરેખર તેમને અનુકૂળ છે.” શિવસેનાનાં સાંસદ દિવંગત ભાજપ નેતાની જન્મજયંતિ પર વાજપેયી સાથે જાડાયેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, “વાજપેયી ભારતમાં એકમાત્ર એવા બીજા નેતા હતા જેમની સમગ્ર દેશમાં પ્રશંસા થાય છે. નાગાલેન્ડ હોય કે પુડ્ડુચેરી, વાજપેયીનું સન્માન કરનારા લોકો દરેક જગ્યાએ છે.” રાઉતે કહ્યું કે, વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી ભાજપનાં બે મુખ્ય સ્તંભ હતા, જેમણે પાર્ટીને દેશભરમાં ફેલાવવામાં મદદ કરી.ઉલ્લેખનીય છે કે, આજે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની ૯૭મી જન્મજયંતિ છે. ૧૯૨૪ માં ગ્વાલિયરમાં જન્મેલા, વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો ચહેરો રહ્યા હતા અને ઓફિસમાં સંપૂર્ણ કાર્યકાળ સેવા આપનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન હતા. આ પ્રસંગે તમામ પક્ષોનાં નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અટલજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી છે.