મહારાષ્ટ્રની સત્તાનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં શિવસેનાના ઘણા વધુ ધારાસભ્યો ગુવાહાટી ગયા છે અને શિંદે જૂથમાં જાડાયા છે. દરમિયાન જે સમાચારો સામે આવી રહ્યા છે, તેમાં એવું લાગી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે બળવાખોર ધારાસભ્યો સામે ઝૂકતા જાવા મળી રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જા ધારાસભ્યો ઈચ્છે તો શિવસેના મહાવિકાસ અઘાડી ગઠબંધનથી અલગ થવા તૈયાર છે.
રિપોર્ટ્‌સ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ધારાસભ્યોએ ગુવાહાટી સાથે વાતચીત ન કરવી જાઈએ, તેઓએ મુંબઈ પાછા આવીને સીએમ સાથે આ બધી ચર્ચા કરવી જાઈએ. જા તમામ ધારાસભ્યો ઈચ્છે તો અમે એમવીએમાંથી બહાર નીકળવા માટે તૈયાર છીએ, પરંતુ આ માટે તેમણે અહીં આવીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડશે. તમારી વાત ઉદ્ધવજીની સામે રાખો. મને ખાતરી છે કે તમને સાંભળવામાં આવશે. ૨૪ કલાકમાં પાછા આવો એમવીએમાંથી બહાર નીકળવાનો વિચાર કરશે. જા કે બાદમાં શિદે જુથે જણાવ્યું હતું કે પહેલા મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપે અને ત્યારબાદ જ અમે મહારાષ્ટ્રમાં આવીને ચર્ચા કરવા માટે તૈયાર છીએ.આ પહેલા અમે કોઇ વાતચીત કરવા માટે તૈયાર નથી
શિવસેના સાંસદે વધુમાં કહ્યું કે જા તમામ ધારાસભ્યો ઈચ્છે છે તો અમે મહાવિકાસ અઘાડી સાથે સંબંધ તોડી શકીએ છીએ. સંજય રાઉતે કહ્યું કે જા તમે વાત કરવા તૈયાર છો તો અમારા દરવાજા ખુલ્લા છે. સંજયે કહ્યું કે જા તે ૨૪ કલાકની અંદર મુંબઈ પાછો આવે તો તે દરેક વાત પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ પહેલા આવીને અમારી સાથે વાત કરવી જાઈએ. સંજય રાઉતે કહ્યું કે જા ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું કારણ કે ઘણા ધારાસભ્યો જે ગુવાહાટી ગયા છે તે અમારા પક્ષમાં છે અને મજબૂરીના કારણે તેઓ ત્યાંથી આવી શકતા નથી. બીજી તરફ ગુવાહાટીમાં એકનાથ શિંદેએ શિવસેનાના ૪૨ અને ૭ અપક્ષ ધારાસભ્યો સાથે ફોટા જાહેર કરીને તાકાત બતાવી છે. ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં શિવસેનાના ધારાસભ્યો સુધી પહોંચવાની પ્રક્રિયા ચાલુ છે. શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકર પણ ગુવાહાટી પહોંચી ગયા છે. આ સિવાય શિવસેનાના ઘણા સાંસદો પણ એકનાથ શિંદેના સંપર્કમાં હોવાનું કહેવાય છે. થાણેના સાંસદ રાજન વિચારે શિંદેના સંપર્કમાં છે. સાંસદ ભાવના ગવલી, ક્રિપાલ તુમાને અને રાજેન્દ્ર ગાવિત પણ શિંદે અને ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે.સંજય રાઉત બાદ ધારાસભ્ય કૈલાશ પાટીલે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, હું મહામુશ્કેલીથી મુંબઈ પાછો આવ્યો છું. ત્યાં ઘણા ધારાસભ્યો એવા છે કે જેઓ પોતાની મજબૂરીને કારણે પાછા આવી શકતા નથી. કૈલાશ પાટીલે કહ્યું કે, અમને બળજબરીથી સુરત લઈ જવામાં આવ્યા હતા. હું ત્યાં ઘણા કિલોમીટર સુધી દોડ્યો. અમે શિવસેના સાથે દગો નહીં કરીએ. વધુમાં, શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે બહુ જલ્દી ‘વર્ષા’ બંગલામાં પરત ફરશે.
મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે સરકારનું જવું લગભગ નક્કી થઈ ગયું છે. રાજકીય હલચલના ત્રીજા દિવસે ૩૭ કરતા વધુ ધારાસભ્ય ગુવાહાટી પહોંચી ચૂક્યા છે. એવામાં હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે સત્તા બચાવી રાખવાના બે વિકલ્પ બચે છે.એકનાથ શિંદે સાથે જે રીતે શિવસેનાના ધારાસભ્ય ઊભા નજરે પડી રહ્યા છે, તેનાથી ઠાકરે સામે પોતાની ખુરશી બચાવી રાખવાથી વધારે હવે પાર્ટી અને સત્તા બચાવવાનો પડકાર ઊભો થઈ ગયો છે. એવામાં ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ભાવુક સંદેશ પણ આપ્યો, જેમાં કહ્યું કે જા તેમના પોતાના લોકો તેમને મુખ્યમંત્રી પદ પર જાવા માગતા નથી તો તેઓ તેને છોડવા માટે તૈયાર છે. જાકે તેમણે કહ્યું કે, હું ઈચ્છું છું કે કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બને. તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે, ઠાકરે સત્તા બચાવવા માટે કોઈ પણ શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવવા માટે પગલું વધારી શકે છે.
શિવસેનમાંથી બળવો કરનારા એકનાથ શિંદેએ કોંગ્રેસ અને એનસીપી સાથે સંબંધ તોડવાને લઈને પોતાનું સખત વલણ બનાવી રાખ્યું છે અને પાર્ટીના તમામ ધારાસભ્ય તેમના સમર્થનમાં ઊભા નજરે પડી રહ્યા છે. એવામાં શિવસેના સામે બીજા વિકલ્પ એ છે કે, કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી લે, કેમ કે શિવસેનામાં બળવા બાદ તો તેમની ખુરશી જવી નક્કી છે. એવામાં ભાજપ સાથે હાથ મળાવીને સત્તામાં જરૂર બન્યા રહેશે. એકનાથ શિંદે સતત ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનું સૂચન આપી રહ્યા છે.