deccanherald.com

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે બુધવારે કહ્યું કે, પાર્ટીએ બીજેપી સાથે ફરીથી જાડાઈ જવું જાઈએ. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોએ કરેલા બળવાને પગલે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર સંકટનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકનું આ નિવેદન આવ્યું છે.
થાણેના ઓવલા-માજીવાડા મતવિસ્તારના ધારાસભ્ય સરનાઈક મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. તેમણે ગયા વર્ષે મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પાર્ટીએ તેના નેતાઓને કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીથી બચાવવા માટે ભાજપ સાથે મળીને કામ કરવું જાઈએ. વળી, બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરનાઈકે કહ્યું હતું કે, મેં અગાઉ એવું માન્યું હતું કે, શિવસેનાએ ભાજપ સાથે જવું જાઈએ.
સરનાઈકે ગયા વર્ષે મુખ્યમંત્રીને લખેલા તેમના પત્રમાં કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના હવે સાથી નથી તેમ છતાં તેમના ભાજપના નેતાઓ સાથે સારા સંબંધો છે અને શિવસેનાએ તેનો ઉપયોગ કરવો જાઈએ. તમને જણાવી દઈએ કે, ઈડ્ઢએ તાજેતરમાં નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સરનાઈકની રૂ. ૧૧ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. રાજ્યમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારના કેટલાક નેતાઓ અને મંત્રીઓએ હાલના દિવસોમાં ઈડીની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.
એ યાદ રહે કે બુધવારે સવારે શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોનું એક જૂથ પહેલા સુરત પહોંચ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે તે જૂથ ગુવાહાટી પહોંચ્યું હતું. તેમને કડક સુરક્ષા વચ્ચે શહેરની બહાર આવેલી એક લક્ઝરી હોટેલમાં લઈ જવામાં આવ્યા છે. આ પહેલા ધારાસભ્યોને મંગળવારે મુંબઈથી ગુજરાતના સુરત લઈ જવામાં આવ્યા હતા. હવે તેમને આસામના ગુવાહાટી મોકલવામાં આવ્યા છે. શિવસેનાના નેતાઓ સતત આ બાગી ધારાસભ્યો સાથે સંપર્ક કરી તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ, કોઈ પરિણામ દેખાઈ રહ્યું નથી, આથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારનું તૂટવું લગભગ નિશ્ચિત છે.