દેવભૂમિ પાંચાળમાં ગોકુળિયુ ગામ એટલે લીલવળા ગામને પાદર ઘેતા અને વાઘેશ્વરી બે નદીઓ, લીલા – પીળા રૂપરંગ કલાત્મક રંગ ધરેલ લાપડુ (ખડ)
આવા ગામ માથે વહેલી સવારે સૂર્યનારાયણનો રથ ઉગમણે દેખા દે. ત્યાતો ગોવાળ પોતપોતાનો ઝીણો – મોટો માલ હાકી સીમમાં જવા નીકળી પડે. ત્રાંબા જેવી કસાયેલ કાયા, ઢાલ સરીખી પહોળી છાતી મોટુ પરસેવે ચમકતું કપાળ, બળુકી ભુજાઓ, ભાઇ એની ગોફણમાંથી છુટેલ પાણો એટલે જાણે તોપનો ગાળો….!
આવા જારાવર જુવાનનાં અંગે અંગમાં ફોરમ લહેરાઇ રહી હતી. એના કંઠમાંથી ભજનની સંતવાણી એક એક કડીઓ સરી રહી હતી. એકાંતે ભજન લલકારી અલખને આરાધી રહ્યો હતો. એના હૈયે આઠેય પહોર અનારદનાદ આળોટી રહ્યાં હતાં. પણ પોતાને કાઇ ગતાગમ નહીં. એને તો બસ ભલો ઝીણો મોટો માલ અને ભે પોતે.
ભગરી ભેંસુ, ગૌમાતાઓ અને ઘેટા – બકરા લઇ સાલેમાળના ડુંગરા તો કયાંક છેક વાઘેશ્વરીની ઉપરવાસ પહોંચે. આ જુવાન ગોવાળને ગામ ઓળખે નહી જાકે ગામ કરતા વગડો એને બહુ વહાલો હતો. એવા આ જણને સીમના કેડા, ડુંગરના ગાળામાંથી ઝરતા ઝરણાં ગેબી ભોયરા, નદીની ભેખડો અદકેરા ઓળખતા હતાં.
એમા કાઠિયાવાડ માથે કાળ પડયો, ખડ, પાણી, ખુટ્યા, ગોરલ વહુક્યા નદીનાળા, કુવા તળાવના તળ સુકાયા, દુકાળનું આવુ ભયંકર રૂપ બંધાણું. ત્યારે જુવાનજાધ ગોવાળથી પશુ – પંખીનાં દુઃખ જાવાણા નહીં. એક દિ ખંભે ધાબળો નાખ્યો બીજા ખંભે કડિયાળી ડાંગ પશુઓને હાકી પંથ કાપવા માંડયો, જયાં ખડ – પાણી જુવે તો ઢોર ચરાવે અને આગળ વધે જાય. એમ કરતા કરતા મધ્ય ગુજરાત વટી ઉત્તર ગુજરાત ઓળંગી પહોંચ્યો બનાસનાકાંઠે, બસ જુવાને જાયુ સેંજળ પાણી અને ગોવાળ હૈયે ટાઢક વળી.પછી એક વડલા હેઠે એણે લંબાવ્યું. થાક્યા પાક્યા ગોવાળને નીંદર આવી ગઇ તે વહેલુ પડે સવાર. શિવજીના મંદિરે આરતી થઇ અને ગોવાળ અજપા – જાપ હાથ જાડી ઉભો રહી ગયો, તે દિ’ મંદિરના મહંત પદ પર નરભેપુરી અને કોઠારી તરીકે કૈલાસપુરી હતાં. એમણે ગોવાળ માથે નજર કરી પુછયું, ‘ગોવાળ કયાં જશો ?’ ગોવાળે ઉત્તર આપતા કહ્યું ‘ ભગવાન શિવજીનું માથે છત્રને આ લીલુડી ધરતી છોડી કયાં જવું.’ નરભેપુરીએ પંચાળના પટઘરને પારખી લીધો.’‘શું…કરશો?’ ‘બસ મંદિરમાં ટેલ – ટપારો કરીશ બાકી શિવજીનો તાળો મેળવવા ભÂક્ત કરીશ’ આમ ભીતરનો ભાવ પરખાઇ ગયો. ભગવો ભેખ ધારણ કરી ગોવાળનું નામ શિવપુરી અપાયું હતું. જગ્યામાં અભ્યાગતને આદર આપી જમાડે સમય જતા શિવપુરીને થયું કે આ લોકો પાસે મદદ માટે ટેલ નાંખવી એના કરતા થોડી જમીન લઇને જાતે ખેતી કરી જેની આવકમાંથી રોટલો આપી શકાય.લોકોને વાત કરી પણ કોઇ તૈયાર થયુ નહીં. એટલે પોતે જાતે દોઢ વિઘો જમીન રાખી પોતે ખંતથી ખેતી કરવા મંડયા થોડા વખતમાં દોઢ વિઘા જમીને જગ્યાને અજાચક બનાવી દીધી. ત્યારે સૌ જાતા જ રહી ગયા દાળ, રોટલી આપતા વધેલી રકમમાંથી ચાંદીનું સિહાસન ઘડાવ્યું હતું. કૈલાશપુરી અને
આભાર – નિહારીકા રવિયા નરભેપુરીની ગેરહાજરી થતા શિવપુરીબાપુ મહંત પદે આરૂઢ થયેલા. વાળીનાથનો વડલો અને ઝાઝાવડાનો ઝુંઝોર જાગી લેખાયેલ હતો.