સમાજવાદી પાર્ટીના રાષ્ટÙીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને પીએસપી વડા શિવપાલ યાદવ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે, તેઓ શુક્રવારે જેલમાં બંધ સપા નેતા આઝમ ખાનને મળવા ગયા હતા. આ મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી. જાકે, આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
તાજેતરમાં, સપામાં આઝમ ખાનના સમર્થકો અવાજ ઉઠાવ્યા પછી, આ બેઠક પાછળ ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. સપા નેતા આઝમ ખાન લગભગ ૨ વર્ષથી સીતાપુર જિલ્લા જેલમાં બંધ છે. તેમની સાથે તેમની પત્ની તન્ઝીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને પણ કેદ કરવામાં આવ્યા હતા. બંને જણાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા, આરએલડીના જયંત ચૌધરી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. શુક્રવારે પીએસપી વડા શિવપાલ સિંહ યાદવ આઝમ ખાનને મળવા જેલ પહોંચ્યા. અંદર જતા શિવપાલ યાદવે કોઈ વાત કરી નહીં. સમાચાર લખાય ત્યાં સુધી તેમની મુલાકાત ચાલુ હતી.
અગાઉ, ભાજપમાં જાડાવાની અટકળો વચ્ચે, શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ બંને હવે ખુલ્લેઆમ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. શિવપાલ યાદવે કહ્યું કે જા તેમને (અખિલેશ યાદવ) મારાથી કોઈ સમસ્યા હોય તો તેમણે મને પાર્ટીમાંથી કાઢી મૂકવો જાઈએ. હું સપાના ૧૧૧ ધારાસભ્યોમાંથી એક છું અને તેઓ પાર્ટીના રાષ્ટÙીય અધ્યક્ષ છે. તેમણે ગઈકાલે કહ્યું હતું કે તેઓ કોઈપણ દિવસે આઝમ ખાનને મળી શકે છે અને આજે તેઓ તેમને મળવા પહોંચ્યા.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર સાથે મુલાકાત અંગે શિવપાલે કહ્યું કે હું તેમને મળ્યો નથી. તે કદાચ મારા જેવા જ નામવાળા કોઈને મળવાની વાત કરી રહ્યો હશે. ભાજપમાં જાડાવા અંગે તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે ખબર પડશે કે હું શું કરી રહ્યો છું. હું ક્યાં જાઉં છું? હું કોઈથી કંઈ છુપાવીશ નહીં.
શિવપાલ સતત ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરી રહ્યા છે. બુધવારે યોગી પ્રત્યેનો તેમનો પ્રેમ ફરી જાવા મળ્યો. જસવંતનગરમાં સિદ્ધાર્થ મહાવિદ્યાલય લુધપુરા ખાતે વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને ટેબ્લેટ વિતરણ સમારોહમાં તેમણે સીએમ યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી.