શિવપાલ સિંહ યાદવથી તેમની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા) (પ્રસપા)ની ચાવી છટકી ગઇ છે.પ્રસપા આગામી વર્ષ યોજનાર વિધાનસભા ચુંટણીમાં ચાવીના પ્રતિક પર ચુંટણી લડી શકશે નહીં. સમાજવાદી પાર્ટીથી ગઠબંધન કરનાર શિવપાલ સિંહ યાદવ હવે તેના ચુંટણી પ્રતિક સાયકલ પર જ ચુંટણી લડશે.પ્રસપાથી ટિકિટ ઇચ્છનારાઓમાંથી પણ મોટાભાગના સાયકલ ચુંટણી પ્રતિક પર જ ચુંટણી લડવા માંગે છે.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભા પહેલા સપામાં વર્ચસ્વને લઇ સંધર્ષ શરૂ થયો હતો અંતે સપા પર અખિલેશ યાદવનો પુરો અધિકાર રહ્યો જયારે શિવપાલે વર્ષ ૨૦૧૮માં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી બનાવી લીધી હતી વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં શિવપાલની પાર્ટીને ચુંટણી પંચે ચાવીનું પ્રતિક આપ્યું હતું. અને તેઓ ચાવીના પ્રતિક સાથે લોકસભા ચુંટણીના મેદાનમાં ઉતર્યા હતાં પરંતુ તેમની પાર્ટીને માત્ર ૦.૩૧ ટકા મત મળ્યા હતાં.

લોકસભા ચુંટણી બાદ હરિયાણાની વિધાનસભા ચુંટણી થઇ જેમાં જનનાયક જનતા પાર્ટીને ચાવી ચુંટણી પ્રતિક ફાળવવામાં આવ્યું હતું.જનનાયક જનતા પાર્ટી હરિયાણાની રાજય સ્તરીય પાર્ટીના રૂપમાં પંચમાં રજીસ્ટર છે.પંચ હવે પ્રસપાને વિધાનસભા ચુંટણી માટે ચાવી ચુંટણી પ્રતિક ફાળવી રહી નથી રજીસ્ટ્રર માન્ય પ્રાપ્ત પક્ષમાં સામેલ પ્રસપાને ૧૯૭ મુકત ચુંટણી પ્રતિકમાંથી કોઇ નવું પ્રતિક ફાળવવામાં આવશે.પ્રસપા ગત બે વર્ષથી ચાવી ચુંટણી પ્રતિકને લઇને જ પ્રચાર કરી રહી છે આવામાં હવે મળનાર નવા ચુંટણી પ્રતિકને લઇ પ્રદેશવાસીઓની વચ્ચે જગ્યા બનાવવી પ્રસપા માટે ખુબ જ મુશ્કેલ કામ બની શકે છે.અને પ્રસપાના અસ્તિત્વને બચાવી રાખવાનો મોટા પડકાર શિવપાલની સામે રહેશે

શિવપાલના સમાજવાદી પાર્ટીના ચુંટણી પ્રતિકથી ચુંટણી જીતવા પર તે સપાના જ ધારાસભ્ય કહેવાશે ભવિષ્યમાં જા કોઇ કારણથી શિવપાલ અને અખિલેશમાં ફરી ટકરાવની સ્થિતિ આવે તો શિવપાલ જ અલગ થલગ રહી જશે જેવી રીતે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં શિવપાલ જસવંતનગર બેઠકથી સપાની ટિકિટથી ચુંટણી જીત્યા હતાં અલગ પાર્ટી બનાવ્યા બાદ પણ તેઓ આજે પણ વિધાનસભામાં સપાના જ ધારાસભ્ય છે.સપાની Âવ્હપ શિવપાલ પર પણ લાગુ રહે છે જયારે સપાથી ગઠબંધન કરનાર રાલોદ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પોત પોતાના ચુંટણી પ્રતિક હોવાથી તે ભવિષ્યમાં અખિલેશ સાથે ખટપટ થવા પર પોતાનો માર્ગ અલગ પણ કરી શકે છે

અખિલેશ યાદવ સમજી વિચારીને શિવપાલની પાર્ટીથી વિલયની જગ્યાએ ગઠબંધનની વાત કરે છે વિલય કરવાથી પ્રસપા સંગઠનના નેતાઓને પણ અખિલેશને સપામાં સમાયોજિત કરવા પડશે ચુંટણી સમયે તમામને સમાયોજન કરવા સંભવ નથી આવામાં ગઠબંધનની વાત કરી અખિલેશ ફકત ગઠબંધનની બેઠકો જ આપશે

જા કે પ્રસપાના મુખ્ય પ્રવકતા દીપક મિશ્રે કહ્યું કે સસમાજવાદનું નામ અને શિવપાલ યાદવનો ચહેરો જ અમારૂ ચુંટણી પ્રતિક છે.ચાવી ચુંટણી પ્રતિક ન મળવાથી પાર્ટીને કોઇ ફર્ક પડશે નહીં ચુંટણી પ્રતિકની ફાળવણની પ્રક્રિયા હોય છે તાકિદે જ ભારતીય ચુંટણી પંચમાં ઔપચારિકતા પુરી કરી નવું ચુંટણી પ્રતિક ફાળવવાનું કહેવામાં આવશે