અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શિવદરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જેમાં દર વર્ષે ઉનાળામાં વટેમાર્ગુ, રાહદારીઓ અને વાહનચાલકો માટે છાશનું પરબ શરૂ કરવામાં આવે છે. ચાલુ વર્ષ પણ ઉનાળાની શરૂઆતમાં શિવદરબાર આશ્રમ દ્વારા સાવરકુંડલા, હાથસણી અને કાનાતળાવ ગામની ચોકડી પર છાશ પરબ મારફતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે.