(એ.આર.એલ),મુંબઇ,તા.૧
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના કામ માટે ઓછી અને વિવાદો માટે વધુ જાણીતી છે. ક્યારેક તેની સામે ઈડીની કાર્યવાહી થાય છે તો ક્યારેક અભિનેત્રીના પતિને જેલમાં જવું પડે છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટના પા‹કગમાંથી ૮૦ લાખ રૂપિયાની બીએમડબ્લ્યુની પણ ચોરી થઈ હતી. તે જ સમયે, હવે શિલ્પા શેટ્ટીને લઈને વધુ એક મોટો વિવાદ ઉભો થયો છે. હવે આખી વાર્તા એક મંદિર સાથે જાડાયેલી છે.
તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી હાલમાં જ ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. અભિનેત્રીની ઘણી તસવીરો અને વીડિયો પણ અહીંથી વાયરલ થયા હતા. અભિનેત્રી ચાહકો સાથે ફોટો પડાવતી પણ જાવા મળી હતી. હવે આ મંદિરને લઈને નવો વિવાદ ઉભો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આ મંદિરનો નિયમ તોડ્યો છે જેના પછી નોટિસ પણ જારી કરવામાં આવી છે.
વાસ્તવમાં લિંગરાજ મંદિરનો નિયમ છે કે અહીં ફોટોગ્રાફ લેવાની મનાઈ છે. શિલ્પા શેટ્ટી કદાચ આ નિયમથી વાકેફ ન હતી અને તેણે ત્યાં ઘણી તસવીરો ખેંચાવી. આવી સ્થતિમાં અભિનેત્રીના આ પગલા બાદ મંદિરના એક સેવક અને અધિકારીને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી સોમવારે એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર ગઈ હતી અને આ દરમિયાન તેણે સાંજે મંદિરના દર્શન પણ કર્યા હતા. દર્શન કરવા ઉપરાંત તેણે ફોટા અને વીડિયો પણ લીધા અને હવે તેના પર હોબાળો મચી ગયો છે. માહિતી અનુસાર, આ મંદિર પરિસરમાં કેમેરા લઈ જવા પર પ્રતિબંધ છે. હવે નોટિસ જારી થયા બાદ સર્વિસમેન અને ઓફિસરે સાત દિવસમાં ખુલાસો આપવો પડશે કારણ કે બંને શિલ્પા શેટ્ટી સાથે તસવીરોમાં જાવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વડાપ્રધાન અથવા રાષ્ટપતિ આ મંદિરમાં આવે છે, ત્યારે તેમને કેમેરા લઈ જવાની પણ મંજૂરી નથી. તમામ મોટી હસ્તીઓને પરિસરમાં ફોન ન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થતિમાં હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને કડક કાર્યવાહીની વાત કરવામાં આવી છે.