વર્તમાન સમયમા કોરોનાના પ્રતિબંધો હળવા થયા બાદના સાત મહિનામાં શિર્ડી સાંઈ મંદિરમાં ભાવિકોએ રૂ.૧૮૮ કરોડ ૫૫ લાખનું અધધ દાન અર્પણ કર્યું છે.આમ આ સમયગાળામાં ૪૧ લાખ ભાવિકોએ શિર્ડી સાંઈ મંદિરમાં બાબાના દર્શન લીધાં હોવાનું મંદિર પ્રશાસન દ્વારા જોણવા મળ્યું છે.આમ કોરોના મહામારી બાદ ગત ઓક્ટોબરમાં શિર્ડી મંદિર ભાવિકો માટે ખુલ્લું મૂકાયુ હતુ.ત્યારે ત્યારથી મે ૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન મંદિરમાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.
જેમા સળંગ રજોઓના દિવસે બે થી ત્રણ લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે.લોકડાઉનના પ્રથમ અને બીજો તબક્કામાં શિર્ડી સાંઈ મંદિરની આર્થિક સ્થિરતિ નબળી પડી હતી. પરંતુ કોરોના બાદ મંદિર ખુલ્લું મૂકાતાં જ ફરી ભક્તોએ પ્રત્યક્ષ મંદિરે હાજર થઈ બાબાને સોના,ચાંદી અને રોકડના દાન અર્પણ કરી બાબાની તિજોરી છલકાવી દીધી છે.જેના કારણે મંદિરમાં આ સાત મહિનામાં ૧૮૮ કરોડ ૫૫ લાખ ૩૧,૯૭૧ રકમનું દાન જમા થયું છે.